HDFC બેંકનો વર્ષ 2025 સુધીમાં 5 લાખ સીમાંત ખેડૂતોની આવક વધારવાનો લક્ષ્યાંક
નવી દિલ્હી, 17 સપ્ટેમ્બરઃ HDFC બેંકે તેની કૉર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલિટી પહેલ ‘પરિવર્તન’ના ભાગરૂપે વર્ષ 2025 સુધીમાં વાર્ષિક રૂ. 60,000થી પણ ઓછી આવક કમાતા 5 લાખ સીમાંત ખેડૂતોની આવકને વધારવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. ‘પરિવર્તન’ પહેલના 10 વર્ષની ઉજવણી નિમિત્તે બેંકે આ જાહેરાત કરી હતી, જે પહેલેથી જ સમગ્ર ભારતના 10 કરોડ લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી ચૂકી છે.
વર્ષ 2014માં તેની શરઆતથી જ પરિવર્તન ભારતની સૌથી મોટી સીએસઆર પહેલોમાંથી એક તરીકે વિકાસ પામી છે, જે 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય છે. તેણે શિક્ષણ, કૌશલ્યવિકાસ, હેલ્થકૅર અને નાણાકીય સમાવેશન જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ સાધી છે, જે તેના પ્રયાસોને 17 યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી)માંથી 9ની સાથે સુસંગત બનાવે છે. એક દાયકામાં રૂ. 5,100 કરોડથી વધારેનો સીએસઆર ખર્ચ કરીને ‘પરિવર્તન’એ સ્થાયી આજીવિકાની રચના કરીને, સ્થાયી વિકાસને પ્રોત્સાહન આપીને અને લોકોના જીવનમાં વાસ્તવિક પરિવર્તન લાવીને નિરંતર લોકોનું સશક્તિકરણ કરવાનો ઉદ્દેશ્ય રાખ્યો છે.
વર્ષ 2025 સુધીમાં હાંસલ કરવાના લક્ષ્યો
- વાર્ષિક રૂ. 60,000થી પણ ઓછું કમાતા 5 લાખ સીમાંત ખેડૂતોની આવક વધારવી.
- લગભગ 2 લાખ લોકોને આત્મનિર્ભર બનાવવા માટે તેમને વિવિધ કૌશલ્યોની તાલીમ આપવી.
- સ્થાનિક અર્થતંત્રો અને સ્થાયી આજીવિકાને પ્રોત્સાહન આપવા માટે 20,000 સંસ્થાઓનો વિકાસ કરવો અને તેને સમર્થન પૂરું પાડવું.
- સમુદાયના નેતૃત્ત્વમાં ચાલનારા 25,000 ઉદ્યમો (જેમાંથી 50% મહિલાઓના નેતૃત્ત્વ હેઠળ છે)ને પ્રોત્સાહન આપવું.
- 2 લાખ એકર અસિંચિત જમીનને સિંચાઈ હેઠળ લાવી કૃષિની ઉત્પાદકતાનું સંવર્ધન કરવું.
- ખાદ્યસુરક્ષા અને ગ્રામ્ય વિસ્તારોની આવકને વધારવા માટે 1 લાખ એકર ખેતીની જમીન પર ખેતી કરવી.
- પ્રતિભાશાળી પરંતુ વંચિત વિદ્યાર્થીઓને શિક્ષણ વધુ સુલભ બનાવવા આવા 25,000 વિદ્યાર્થીઓને સ્કૉલરશિપ આપવી.
- કેન્દ્રીત શૈક્ષણિક હસ્તક્ષેપો મારફતે 20 લાખ વિદ્યાર્થીઓનું ધોરણને યોગ્ય શિક્ષણ સુધારવું.
- નાણાકીય વર્ષ 2024-2025ના 25 લાખના લક્ષ્યની સામે અત્યાર સુધીમાં 38 લાખ વૃક્ષો વાવી દેવામાં આવ્યાં હોવાથી વૃક્ષારોપણના તેના પ્રારંભિક લક્ષ્યાંકથી આગળ વધી જવું.
HDFC બેંકના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર કૈઝાદ એમ. ભરૂચાએ સમજાવ્યું હતું કે, ફક્ત નાણાકીય વર્ષ 2023-2024માં જ HDFC બેંક પરિવર્તન 150થી વધારે એનજીઓ પાર્ટનરો અને અમલીકરણ કરનારી એજન્સીઓની સાથે સંકળાયો હતો. બેંકની પરિવર્તન પહેલનું ફૉકસ 5 મુખ્ય ક્ષેત્રો છે, જે આ મુજબ છે, ગ્રામ્ય વિકાસ, શિક્ષણને પ્રોત્સાહન આપવું, કૌશલ્યની તાલીમ અને આજીવિકા વધારવી, હેલ્થકૅર અને સ્વચ્છતા તથા નાણાકીય સાક્ષરતા અને સમાવેશન. આ સ્તંભો 17 યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી)માંથી 9ની સાથે સુસંગત છે.