HDFC બેંક દ્વારા પ્રમોટ થયેલી HDB ફાઇનાન્સિયલ સર્વિસિસે DRHP ફાઇલ કર્યું
મુંબઇ, 1 નવેમ્બરઃ HDFC બેંક દ્વારા પ્રમોટ થયેલી રિટેલ-કેન્દ્રિત નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની HDB ફાઇનાન્સિયલ સર્વિસ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણાં (IPO) માટે સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે.
HDB ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ વૃદ્ધિ પામતા અને વૈવિધ્યસભર ગ્રાહકોને વ્યાપક ઓમ્ની-ચેનલ વિતરણ નેટવર્ક દ્વારા ધિરાણ માટેની પ્રોડક્ટનો વિશાળ પોર્ટફોલિયો પૂરો પાડે છે. ધિરાણ માટેની પ્રોડક્ટ ત્રણ બિઝનેસ વર્ટિકલ્સમાં છે: એન્ટરપ્રાઇઝ લેન્ડિંગ, એસેટ ફાઇનાન્સ અને કન્ઝ્યુમર ફાઇનાન્સ. ક્રિસિલના રિપોર્ટ અનુસાર કંપની ભારતની સૌથી મોટી અને સૌથી ઝડપથી વધતી કન્ઝ્યુમર ફ્રેન્ચાઇઝી પૈકીની એક છે અને 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં તેણે 17.5 મિલિયન ગ્રાહકોને ધિરાણ આપ્યાં છે, જે 31 માર્ચ, 2022 અને સપ્ટેમ્બર 30, 2024 વચ્ચે 28.22%ના ચક્રવૃદ્ધિ દરની (CAGR) વૃદ્ધિ દર્શાવે છે. કંપની મુખ્યત્વે ખાસ લોન લીધી ન હોય એવા નીચીથી મધ્યમ આવક ધરાવતા પરિવારોને લોન પૂરી પાડે છે.
IPO રૂ. 12,500 કરોડ સુધીનો છે. તેમાં રૂ. 10ના ઇક્વિટી શેર એવા રૂ. 2,500 કરોડ સુધીના નવા ઇક્વિટી શેર (ફ્રેશ ઇશ્યૂ) અને HDFC બેન્ક લિમિટેડના “પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર” દ્વારા રૂ. 10,000 કરોડ સુધીની કુલ કિંમતની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે.
IPOમાં પાત્ર કર્મચારીઓ માટે (“કર્મચારી આરક્ષણ ભાગ”) અને HDFC બેંકના પાત્ર શેરધારકો (“HDFC બેંક શેરહોલ્ડર આરક્ષણ ભાગ”) માટે રૂ. 10ના એક એવા ઇક્વિટી શેર માટે હિસ્સો અનામત રાખવામાં આવ્યો છે.
HDB ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ નવા ઇશ્યૂમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ વેપારની વૃદ્ધિના પગલે ઓનવર્ડ લેન્ડિંગ સહિત મૂડીની ભાવિ જરૂરિયાતોને પહોંચી વળવા કંપનીના ટિયર – 1 મૂડી આધારને વધારવા માટેની દરખાસ્ત છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)