NSEIL પ્રિમાઇસીસ ખાતે કો-લોકેશન કેપેસિટીનું વિસ્તરણ
મુંબઇ, 9 જાન્યુઆરીઃ બજારના સહભાગીઓ તરફથી મળેલા પ્રતિસાદ અને માંગના આધારે એક્સચેન્જ તબક્કાવાર કોલોકેશન ફેસિલિટીમાં ઉપલબ્ધ રેક્સની ક્ષમતા વધારવા અને સમીક્ષા કરવાનું ચાલુ રાખે છે. આના પરિપ્રેક્ષ્યમાંલ એક્સચેન્જને એ જણાવતા આનંદ થાય છે કે તેણે 3 જાન્યુઆરી, 2025ના રોજ કોલોકેશન ફેઝ 11 અને 12માં વિવિધ વેરિઅન્ટ્સની 200 ફુલ રેક ઇક્વિલન્ટ (એફઆરઈ) કેપેસિટી રજૂ કરી છે અને રિલીઝ કરી છે.
નવા ફેઝ 11 અને 12ના રજૂ કરવા સાથે એક્સચેન્જ હવે વિશ્વમાં સૌથી મોટા કોલોકેશન ફેસિલિટી પ્રોવાઇડર્સ પૈકીનું એક છે જે 1,200થી વધુ ફુલ રેક ઇક્વિલન્ટ (એફઆરઈ)થી વધુની સંયુક્ત ક્ષમતા ધરાવે છે જે બજારના સહભાગીઓને ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
હાલ, 200થી વધુ મેમ્બર્સે એક્સચેન્જ કોલોકેશન ફેસિલિટીમાં રેક્સને સબ્સ્ક્રાઇબ કર્યું છે અને 100થી વધુ મેમ્બર્સે એક્સચેન્જ દ્વારા પૂરા પાડવામાં આવતા કોલોકેશન એઝ અ સર્વિસ (સીએએએસ) મોડલ દ્વારા કોલોકેશનનું સબ્સ્ક્રીપ્શન લીધું છે.
ભારતના નાણાંકીય બજારોના વિકાસ તથા બજારના સહભાગીઓ તરફથી મળતી માંગને જોતા એક્સચેન્જ હાલની ક્ષમતાને વધારવાનું ચાલુ રાખે છે અને એક્સચેન્જ પ્લાઝા, બીકેસી સાઇટ ખાતે નાણાંકીય વર્ષ 2025-26ના પહેલા ત્રિમાસિક ગાળાના અંત સુધીમાં 300થી વધુ ફુલ રેક ઇક્વિલન્ટ (એફઆરઈ) ઉમેરવાની યોજના ધરાવે છે જેના પગલે એક્સચેન્જ પ્લાઝા, બીકેસીમાં આગામી ત્રણ મહિનામાં ક્ષમતા 1,500 રેક્સની થઈ જશે.
આ ઉપરાંત, એક્સચેન્જ આગામી બે વર્ષમાં તબક્કાવાર જરૂરિયાતના આધારે લગભગ 2000 ફુલ રેક ઇક્વિલન્ટ (એફઆરઈ) ક્ષમતા ઉમેરવાની પણ યોજના ધરાવે છે. ઉપરોક્ત ક્ષમતાઓના નિર્માણ માટે એક્સચેન્જ પ્લાઝા, બીકેસી ખાતેની હાલની પ્રિમાઇસીસને ડેટા સેન્ટરમાં ફેરવવાની યોજના છે અને નોન-ક્રિટિકલ એમ્પ્લોઈ-ડિપાર્ટમેન્ટ્સ જે હાલ એક્સચેન્જ પ્લાઝા પ્રિમાઇસીસથી ઓપરેટ થાય છે તેને વૈકલ્પિક ઓફિસ ફેસિલિટીમાં સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે જેની બીકેસી એરિયામાં ઓળખ થઈ છે.