આઇપીઓ ખૂલશે13 જાન્યુઆરી
આઇપીઓ બંધ થશે15 જાન્યુઆરી
એન્કર ઇન્વેસ્ટર બીડ10 જાન્યુઆરી
ફેસ વેલ્યૂરૂ.2
પ્રાઇસ બેન્ડરૂ. 407-428
લોટ સાઇઝ33 શેર્સ
લિસ્ટિંગબીએસઇ, એનએસઇ

અમદાવાદ, 10 જાન્યુઆરી, 2025 – લક્ષ્મી ડેન્ટલ (“LDL” or “The Company”)નો આઇપીઓ તા. 13 જાન્યુઆરીના રોજ ખૂલી રહ્યો છે. ઓફરનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 407થી રૂ. 428 રાખવામાં આવ્યો છે. બિડ્સ લઘુતમ 33 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 33 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે. ઇક્વિટી શેર્સ (પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના)ની કુલ ઓફર સાઇઝમાં રૂ. 1,380 મિલિયન સુધીના મૂલ્યના ફ્રેશ ઇશ્યૂ તથા વેચાણકર્તા શેરધારકો દ્વારા 1,30,85,467 સુધીના ઇક્વિટી શેર્સની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.

એન્કર ઇન્વેસ્ટર બિડ-ઓફર શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025ના રોજ ખૂલશે અને બંધ થશે. બિડ-ઓફર સમયગાળો સોમવાર, 13 જાન્યુઆરી, 2025ના રોજ ખૂલશે અને બુધવાર, 15 જાન્યુઆરી, 2025ના રોજ બંધ થશે.

ઇશ્યૂ યોજવા માટેના મુખ્ય ઉદ્દેશ્યો એક નજરે

કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી કુલ આવકનો નીચે મુજબ ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે (1) કંપની દ્વારા મેળવવામાં આવેલા ચોક્કસ બાકી દેવાની સંપૂર્ણ અથવા અંશતઃ પૂર્વચૂકવણી કે ચૂકવણી જેનું મૂલ્ય અંદાજે રૂ. 229.84 મિલિયન (રૂ. 22.98 કરોડ) છે (2) ચોક્કસ બાકી દેવાની સંપૂર્ણ કે આંશિક રીતે પૂર્વચૂકવણી કે ચૂકવણી માટે ચોક્કસ પેટાકંપનીઓમાં રોકાણ જેનું મૂલ્ય અંદાજે રૂ. 46 મિલિયન (રૂ. 4.60 કરોડ) છે (3) કંપની માટે નવી મશીનરીની ખરીદી માટે જરૂરી મૂડી ખર્ચના ફંડિંગ માટે જેનું મૂલ્ય રૂ. 435.07 મિલિયન (રૂ. 43.51 કરોડ) જેટલું છે (4) નવી મશીનરીની ખરીદી માટે મૂડી ખર્ચની જરૂરિયાતો માટે પેટા કંપની બિઝડેન્ટ ડિવાઇસીસ પ્રાઇવેટમાં રોકાણ જેનું મૂલ્ય અંદાજે રૂ. 250.04 મિલિયન (રૂ. 25 કરોડ) જેટલું છે અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.

કંપનીની કામગીરી અને ઇતિહાસઃ ૯૦ થી વધુ દેશોમાં નિકાસ કરે છે

લક્ષ્મી ડેન્ટલ લિમિટેડ એક સંકલિત ડેન્ટલ પ્રોડક્ટ્સ કંપની છે. કંપની કસ્ટમ ક્રાઉન અને બ્રિજ, ક્લિયર એલાઈનર્સ અને થર્મોફોર્મિંગ શીટ્સ જેવી બ્રાન્ડેડ ડેન્ટલ વસ્તુઓ, તેના એલાઈનર સોલ્યુશન્સના ભાગ રૂપે એલાઈનર-સંબંધિત ઉત્પાદનો અને પેડિયાટ્રિક ડેન્ટલ ઉત્પાદનો ઓફર કરે છે. તેમના ઉત્પાદન પોર્ટફોલિયોમાં કસ્ટમ ક્રાઉન અને બ્રિજ, ક્લિયર એલાઈનર્સ, થર્મોફોર્મિંગ શીટ્સ, પેડિયાટ્રિક ડેન્ટલ ઉત્પાદનો અને વધુનો સમાવેશ થાય છે. કંપની થર્મોફોર્મિંગ શીટ્સ, બાયોકોમ્પેટીબલ 3D પ્રિન્ટિંગ રેઝિન અને ટાગ્લુસ બ્રાન્ડ નામ હેઠળ ક્લિયર એલાઈનર્સ બનાવવા માટે મશીનો ઓફર કરે છે.

30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં, કંપની પાસે છ ઉત્પાદન સુવિધાઓ છે: મુંબઈના મીરા રોડમાં ત્રણ, બોઈસરમાં બે અને કોચીમાં એક, મુંબઈ, દિલ્હી, બેંગલુરુ અને અમદાવાદમાં પાંચ સહાયક સુવિધાઓ સાથે. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીમાં, કંપનીના ડેન્ટલ નેટવર્કમાં દેશભરના ૩૨૦ થી વધુ શહેરોમાં ૨૨,૦૦૦ થી વધુ ક્લિનિક્સ અને ડેન્ટિસ્ટનો સમાવેશ થાય છે. કંપની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં નોંધપાત્ર હાજરી ધરાવે છે, ૯૦ થી વધુ દેશોમાં નિકાસ કરે છે.

લિસ્ટિંગઃ કંપની તેના શેર્સનું બીએસઇ અને એનએસઇ ખાતે લિસ્ટિંગ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.

લીડ મેનેજર્સઃ નુવામા વેલ્થ મેનેજમેન્ટ,મોતીલાલ ઓસ્વાલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)