માર્કેટ લેન્સઃ જો નિફ્ટી 23500 મહત્વનો સપોર્ટ તોડે તો નીચામાં 23263 સુધી ઘટી શકે
મોમેન્ટમ ઇન્ડિકેટર્સ નેગેટિવ ઝોનમાં છે અને નિફ્ટી તમામ મુખ્ય મૂવિંગ એવરેજથી નીચે છે. નિષ્ણાતોના મતે, જો નિફ્ટી આગામી સત્રોમાં 23,500ના લેવલને બચાવવામાં નિષ્ફળ જાય, તો 23,263 (નવેમ્બરના નીચલા લેવલ) તરફ ગબડવાની શક્યતા નકારી શકાય નહીં

સ્ટોક્સ ટૂ વોચ | GTPLHathway, AdaniTotal, Polyplex, SRF, EquitasSFBank, , Mazagon, Shipbuilders, BombayBurmah, NTPCGreenEnergy, Fabtech, TCS, TataElxsi, AdaniWilmar, MGL, IREDA, SenoresPharma, ApolloMicro, SuryaRoshni |
અમદાવાદ, 10 જાન્યુઆરીઃ સતત વોલેટિલિટી વચ્ચે સામાન્ય રોકાણકારો માટે ભયનું વાતાવરણ સર્જી રહેલા ભારતીય શેરબજારો ઇન્ટ્રા-ડે સુધારો ટકાવવામાં નિષ્ફળ જઇ રહ્યા છે. જોકે, નિફ્ટી 23500નું લેવલ જાળવી રહ્યો છે. તે જોતાં મોટાભાગનો બજાર વર્ગ કોન્સોલિડેશન ફેઝ પૂરો થવાનો આશાવદ સેવી રહ્યો છે. ઉપરમાં જો 23750 ક્રોસ થાય તો નિફ્ટી માટે 23900 અને 24000 મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ હોવાનું ટેકનિકલ નિષ્ણાતો માને છે.
નિફ્ટી | સપોર્ટ 23500- 23263, રેઝિસ્ટન્સ 23750- 24000 |
બેન્ક નિફ્ટી | સપોર્ટ 49200-48,900, રેઝિસ્ટન્સ 50000- 50500 |

નિફ્ટી 9 જાન્યુઆરીના રોજ 23,500 પર સપોર્ટ મેળવવામાં સફળ રહ્યો, જે અપર એન્ડ સપોર્ટ ટ્રેન્ડલાઇન સાથે સુસંગત છે. પરંતુ એકંદરે, વલણ મંદીની તરફેણમાં રહે છે, મોમેન્ટમ ઇન્ડિકેટર્સ નેગેટિવ ઝોનમાં છે અને નિફ્ટી તમામ મુખ્ય મૂવિંગ એવરેજથી નીચે છે. નિષ્ણાતોના મતે, જો નિફ્ટી આગામી સત્રોમાં 23,500ના લેવલને બચાવવામાં નિષ્ફળ જાય, તો 23,263 (નવેમ્બરના નીચલા લેવલ) તરફ ગબડવાની શક્યતા નકારી શકાય નહીં. જોકે, 23,500થી ઉપર ટકી રહે છે, તો તે 23,900-24,000 ઝોન તરફ પાછા ફરવાનો માર્ગ ખોલી શકે તેવું નિષ્ણાતોએ જણાવ્યું હતું.

ઇન્ડિયા VIX: 1.33% વધીને 14.66 થયો, જે બુલ્સ માટે સાવધાનીનો સંકેત આપે છે. બુલ્સને એક્શન મોડમાં પ્રવેશવા માટે તેને 14 સ્તરથી નીચે જવાની જરૂર છે.
F&O પ્રતિબંધમાં શેર્સ: બંધન બેંક, હિન્દુસ્તાન કોપર, L&T ફાઇનાન્સ, મણપ્પુરમ ફાઇનાન્સ, RBL બેંક
Fund flow activity: વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ સતત પાંચમા દિવસે વેચવાલીનો મારો ચાલુ રાખવા સાથે 9 જાન્યુઆરીએ રૂ. 7,170 કરોડની ઇક્વિટી વેચી હતી, બીજી તરફ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 7,639 કરોડના ઇક્વિટી ખરીદી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)