અદાણી પોર્ટે કાર્ગોમાં ૩૦૦ મિલી.મે.ટનનો વિક્રમ સ્થાપ્યો
2025 સુધીમાં 500 મિલી.મે.ટનના લક્ષ્યને આંબવા તરફ ભારતની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ યુટિલીટીનું પ્રયાણ
અદાણી ઔદ્યોગિક સમૂહના એક અંગ અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડે વર્ષના ચાલુ નાણાકીય વર્ષના અંત પહેલાં 300 મિલિયન મે.ટન કાર્ગોનું પરિવહન કરવાનો વિક્રમ સ્થાપ્યો છે. અદાણી પોર્ટ અને સેઝના મુખ્ય કારોબારી અધિકારી અને પૂર્ણકાલિન ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું કે “અમારા કાર્ગો વોલ્યુમમાં થયેલી વૃધ્ધિ એ અમારી વ્યૂહરચના મુજબ આગળ ધપવાની અમારી કાર્યક્ષમતાનું જીવંત ઉદાહરણ છે. ભારતના સાગરકાંઠે અમારા પોર્ટસના નેટવર્કની સાથે સાથે અમારી સુસંકલિત લોજીસ્ટીક્સ ક્ષમતાઓ તથા ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડીજીટાઈઝડ સંચાલન મારફતે અમે અમારા ગ્રાહકો તથા વૈશ્વિક શિપિંગ લાઇન્સ સહિતના ભાગીદારો સાથે નિર્માણ કરેલા ઘનિષ્ઠ સંબંધો સમેત તમામ પરિબળોને કારણે અમે અદાણી પોર્ટસ અને સેઝને સુસંકલિત પોર્ટસ અને લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ બનાવ્યું છે, જે એકબીજાને મજબૂત બનાવે છે. વર્ષ 2025 સુધીમાં 500 મિલિયન મે.ટન વોલ્યુમ સુધી પહોંચવાના ધ્યેયને હાંસલ કરવાનો અને વર્ષ 2030 સુધીમાં વિશ્વની સૌથી મોટી ખાનગી પોર્ટ કંપની બનીશુ એવો ભરપૂર આત્મ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અદાણી પોર્ટસ કાર્ગો વોલ્યુમ વધારવા માટે સમય સાથે સતત આગળ ચાલી રહ્યું છે. અમને અમારા પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ પાંચ પોર્ટ સાથે વાર્ષિક 100 મિલિયન મે.ટન સુધી પહોંચતા 14 વર્ષ લાગ્યા હતા. અદાણી પોર્ટસની આ ક્ષમતાને બમણી એટલે કે વાર્ષિક 200 મિલિયન મે.ટન ક્ષમતા એ પછીના ફકત 3 વર્ષમાં પહોંચી ગઈ હતી. હવે અમારા પોર્ટફોલિયોમાં 12 પોર્ટસ છે ત્યારે APSEZ 300 મિલિયન મે.ટન કાર્ગો વોલ્યુમ સુધી પહોંચવાનું ધ્યેય માત્ર 3 વર્ષમાં જ વટાવી દીધું છે. નોંધપાત્ર બાબત એ છે કે 200 મિલિયન મે.ટનથી 300 મિલિયન મે.ટન સુધી પહોંચવાના સમયગાળામાં કોરોના મહામારીને કારણે વિશ્વમાં આર્થિક મંદીના બે વર્ષનો પણ સમાવેશ થાય છે.
બિઝનેસની કામગીરીમાં વૃધ્ધિ કરવાની સાથે સાથે APSEZ તેની પર્યાવરણલક્ષી કટિબધ્ધતાઓ પણ પાર પાડી રહી છે. એમિશનની તિવ્રતા ઘટાડવાની પ્રક્રિયા 2016ના સ્તરથી 30 ટકા સુધી પહોંચાડવામાં આવી છે. રબર ટાયર્ડ ગેન્ટ્રી ક્રેઈન્સ (RTGs) ના વિજળીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને ક્વે ક્રેન્સ અને મોબાઈલ હાર્બર ક્રેન્સના વિજળીકરણની કામગીરી પ્રગતિમાં છે અને તેને વર્ષ 2023 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રખાયું છે. ડિઝલ આધારિત ઈન્ટર્નલ ટ્રાન્સફર વ્હિકલ્સ (ITVs) ને બદલે ઈલેક્ટ્રિક ITVs મૂકવામાં આવ્યા છે. 100 ઈલેક્ટ્રિક ITVsની પ્રથમ બેચ વર્ષ 2022ના મધ્ય સુધીમાં આવી જાય તેવી સંભાવના છે અને વર્ષ 2023 સુધીમાં તમામ ક્રેનનું વિજળીકરણ થવાની અપેક્ષા છે. વધુ એક ગ્રીન પોર્ટ તરીકેની પહેલ તરીકે અમે પોર્ટની બાકી રકમ, પાયલોટેડ અને બર્થ હાયર ચાર્જીસમાં બળતણ તરીકે એલએનજીનો ઉપયોગ કરતા જહાજોને આપેલા 50 ટકા ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે. વનીકરણ વધારવાના પગલાંની સાથે સાથે અન્ય વધુ ગ્રીન પગલાં અમલીકરણ હેઠળ છે. APSEZ વર્ષ 2025 સુધીમાં કાર્બન ન્યૂટ્રાલિટી હાંસલ કરવાનું ધ્યેય ધરાવે છે.
અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ અંગેઃ વૈશ્વિક સ્તરે વિવિધિકરણ ધરાવતા અદાણી ગ્રુપના હિસ્સારૂપ, અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) પોર્ટ કંપનીમાંથી પોર્ટસ એન્ડ લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવી છે અને તેના પોર્ટ ગેટથી માંડીને કસ્ટમરના ગેટ સુધી એન્ડ-ટુ એન્ડ સોલ્યુશન્સ પૂરાં પાડી રહી છે. વ્યૂહાત્મક સ્થળોએ આવેલાં ગુજરાતમાં મુંદ્રા, દહેજ, તુના અને હજીરા, ઓડીશામાં ધામરા, ગોવામાં માર્મુગોવા, આંધ્ર પ્રદેશમાં ગંગાવરમ, વિશાખાપટ્નમ અને ક્રિશ્નાપટનમ, મહારાષ્ટ્રમાં દીઘી અને ચેન્નાઈમાં એનરોન સહિત 12 પોર્ટસ અને ટર્મિનલ્સ સાથે તે સૌથી મોટી પોર્ટ ડેવલપર અને ઓપરેટર છે, જે દેશની કુલ પોર્ટ ક્ષમતામાંથી 24 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. આ પોર્ટ સાગરકાંઠાના વિસ્તારો અને હિન્ટરલેન્ડમાં વ્યાપક જથ્થો હેન્ડલ કરે છે. કંપની કેરાલામાં વિઝીન્ઝામ ખાતે ટ્રાન્સશીપમેન્ટ પોર્ટ વિકસાવી રહી છે. અમારા પોર્ટસ એન્ડ લોજીસ્ટીક પ્લેટફોર્મમાં ઈન્ટિગ્રેટેડ લોજીસ્ટીક્સ ક્ષમતાઓ અને ઈન્ડસ્ટ્રિયલ ઈકોનોમિક ઝોન્સના પોર્ટસ અને એકમોનો સમાવેશ થાય છે, જે અમને લાભદાયી સ્થિતિમાં મૂકે છે અને ગ્લોબલ સપ્લાય ચેઈનમાં પ્રભાવક સ્થાન આપે છે. અમારૂં વિઝન આગામી દાયકામાં દુનિયાના સૌથી મોટા પોર્ટસ અને લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ બનવાનું છે. વર્ષ 2025 સુધીમાં કાર્બન ન્યૂટ્રલ બનવાના પાયાના ધ્યેય સાથે સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ ઈનિશ્યેટિવ (SBTi) ઉપર હસ્તાક્ષર કર્યા છે અને તે મારફતે ગ્લોબલ વોર્મિંગને પ્રિ-ઈન્ડસ્ટ્રિયલ લેવલના 1.5 સેન્ટીગ્રેડ સુધી રાખીને એમિશનમાં ઘટાડો કરવાની કટિબધ્ધતા દાખવી છે.