L&T ફાઈનાન્સ દ્વારા ગુજરાતમાં વેરહાઉસ રિસિપ્ટ ફાઇનાન્સિંગ શરૂ

મુંબઈ, તા. 16 માર્ચ : L&T ફાઈનાન્સ લિમિટેડ (એલટીએફ)એ વેરહાઉસ રિસિપ્ટ ફાઇનાન્સિંગ (WRF)ની શરૂઆત કરી છે, જે કૃષિ-કોમોડિટીઝ માટે જે એગ્રી કોમોડિટીઝ સામે લોનની સુવિધા માટે ડિજિટલી-આસિસ્ટેડ જર્ની છે. WRF લોન સુરક્ષિત કરવા માટે કોલેટરલ તરીકે કોમોડિટીના ઉપયોગની સુવિધા આપે છે. કોમોડિટીઝને એમ્પેનલ્ડ કોલેટરલ મેનેજર દ્વારા વ્યવસાયિક રીતે સંચાલિત વેરહાઉસમાં સંગ્રહિત કરવામાં આવે છે. આ વ્યવસ્થા હેઠળ, કોમોડિટીઝની ગુણવત્તા અને જથ્થાની તપાસ કરવામાં આવે છે, જેના આધારે કોલેટરલ મેનેજર દ્વારા ખેડૂતો, વેપારીઓ અને પ્રોસેસર્સને રસીદ આપવામાં આવે છે. પછી રસીદનો ઉપયોગ એલટીએફ પાસેથી લોન સુવિધાઓ મેળવવા માટે કોલેટરલ તરીકે થઈ શકે છે.
WRF ગ્રાહકો માટે ચાર રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં ઉપલબ્ધ હશે. હાલમાં, આ સુવિધાઓ બજાર દ્વારા પરંપરાગત પદ્ધતિએ ઓફર કરવામાં આવે છે જેની પ્રકૃતિ મુખ્યત્વે મેન્યુઅલ છે અને દરેક લોન અરજીને મંજૂર કરવામાં 7-10 દિવસ જેટલો સમય લાગે છે. આ પ્રોડક્ટની શરૂઆત સાથે, ગ્રાહકોને લોન એપ્લિકેશન ફાઇલ કર્યાના 24 કલાકમાં મંજુરી મળશે અને મોબાઇલ એપ્લિકેશન પ્લેનેટ દ્વારા તેમની લોન સંબંધિત તમામ માહિતી તેમની આંગળીના ટેરવે રાખી શકસે. આવો અનુભવ તેમણે અગાઉ ક્યારેય નહીં કર્યો હોય. ખેડૂતો, વેપારીઓ અને પ્રોસેસર્સ આ સુવિધા નજીકની એલટીએફ શાખામાંથી રૂ. 1 લાખથી રૂ. 10 કરોડની વચ્ચેની રકમ માટે મેળવી શકશે.