Adani becomes India’s second largest cement player
અદાણી ગૃપ ભારતનું બીજું સૌથી મોટું સિમેન્ટ ઉત્પાદક બન્યું
મુંબઇ: અદાણી પરિવારે એક સ્પેશ્યલ પરપઝ વેહીકલ એન્ડેવર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિ. (“BidCo”), મારફત અંબુજા સિમેન્ટ્સ લિ. અને એસીસી લિ.નું સંપાદન સફળતાપૂર્વક સંપ્પન કર્યું છે. આ સંપાદનમાં હોલ્સિમના અંબુજા અને એસીસીમાં હિસ્સા સાથે આ બન્ને કંપનીઓમાં સેબીના નિયમનો અનુસાર ઓપન ઓફર સમાયેલી છે. અંબુજા સિમેન્ટ્સ અને એસીસીમાં હોલ્સિમનો હિસ્સો અને ઓપન ઓફરને ગણતરીમાં લેતા તેનું મૂલ્ય યુએસ ડોલર ૬.૫૦ બિલીઅન આંકવામાં આવે છે જે અદાણી દ્વારા કરવામાં આવેલું આ સૌથી વિરાટ હસ્તાંતરણ બની રહેવા સાથે આંતરમાળખા અને સામગ્રીના મેનેજમેન્ટ એન્ડ એક્વિઝીશન (M&A) ક્ષેત્રમાં પણ અત્યાર સુધીનું ભારતનું સૌથી મોટું સંપાદન છે. આ સોદા બાદ અદાણી અંબુજા સિમેન્ટમાં ૬૩.૧૫% હિસ્સો ધારણ કરશે અને એસીસીમાં ૫૬.૬૯ %(જે પૈકી ૫૦.૦૫% અંબુજા સિમેન્ટ મારફત ધરાવે છે)
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું કે, ભારતમાં વૃદ્ધિ માટે સિમેન્ટને એક ઉત્તેજક વ્યવસાય બનાવે છે, જે ૨૦૫૦ બાદ અન્ય દરેક દેશોને વટાવી જશે. ૨૦૩૦ સુધીમાં સિમેન્ટના સૌથી મોટા અને સૌથી કાર્યક્ષમ ઉત્પાદક બનવાના ટ્રેક પર આ તમામ પરિમાણો અમોને લાવી મૂકે છે.
અંબુજા- અને એસીસીની સંયુક્ત ઉત્પાદન ક્ષમતા વાર્ષિક ૬૭.૫ મેટ્રિક ટન
હાલમાં અંબુજા સિમેન્ટ્સ અને એસીસીની સંયુક્ત સ્થાપિત ઉત્પાદન ક્ષમતા વાર્ષિક ૬૭.૫ મેટ્રિક ટન છે. ભારતની સૌથી મજબૂત બ્રાન્ડ્સ પૈકીની આ બંને કંપનીઓના ઉત્પાદન અને અંતરિયાળ ક્ષેત્રો સુધી પથરાયેલી માળખાકીય વિશાળ સપ્લાય ચેઈન છે, તેમના ૧૪ સંકલિત એકમો, ૧૬ ગ્રાઇન્ડીંગ યુનિટ્સ, ૭૯ રેડી-મિક્સ કોંક્રિટ પ્લાન્ટ્સ અને સમગ્ર ભારતમાં ફેલાયેલા ૭૮,૦૦૦ ચેનલ ભાગીદારો દ્વારા તેનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે.
અંબુજા સિમેન્ટમાં રૂ. 20000 કરોડનું રોકાણ મંજૂર
વોરંટના પ્રેફરન્શિયલ એલોટમેન્ટ મારફત અંબુજા સિમેન્ટ્સના બોર્ડે અંબુજામાં રુ.૨૦,૦૦૦ કરોડનું રોકાણ મંજૂર કર્યું છે. આ રોકાણ અંબુજાને બજારમાં વૃદ્ધિ મેળવવા માટે સજ્જ કરશે. અદાણી ગ્રૂપના વ્યવસાયના તર્કને અનુરૂપ આ પગલાઓ તમામ હિસ્સેદારો માટે મૂલ્ય સર્જનને નોંધપાત્ર રીતે ગતિ આપશે.
અંબુજા સિમેન્ટ્સ અને ACC બંનેની બોર્ડ કમિટીઓની અદાણી પોર્ટફોલિયોની ગવર્નન્સ ફિલોસોફીને અનુરૂપ પુનઃરચના કરવામાં આવી છે. ઓડીટ કમિટી તેમજ નોમિનેશન અને રેમ્યુનરેશન કમિટી હવે ૧૦૦% સ્વતંત્ર ડાયરેકટર્સની બનાવવામાંઆવી છે. વધુમાં કોર્પોરેટ રિસ્પોન્સિબીલિટી કમિટી અને જાહેર ગ્રાહક સમિતિ એમ બે નવી સમિતિઓની રચના કરવામાં આવી છે. આ બંનેમાં ESG પ્રતિબદ્ધતાઓ પર ૧૦૦% સ્વતંત્ર ડાયરેક્ટરર્સનો સમાવેશ થાય છે. ઉપરાંત ૫૦% સ્વતંત્ર નિર્દેશકોનો સમાવેશ કરીને જોખમ વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે કોમોડિટી પ્રાઇસ કમિટીની રચના કરવામાં આવી છે.