અદાણી એનર્જીની સોલર પેનલ ઉત્પાદનમાં 150% વૃદ્ધિનો પ્લાન: સાગર અદાણી
અમદાવાદ, 9 ઓગસ્ટ: અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણીએ ઇનસાઇડ અદાણી સ્પેશિયલ પૅકેજ અંગે ખાસ વાતચીત કરી છે. બ્લૂમબર્ગને આપેલા એક ખાસ ઈન્ટર્વ્યુમાં તેમણે જણાવ્યું હતું કે, અદાણી સમૂહ તેની સોલાર ઉત્પાદન ક્ષમતાને વાર્ષિક 4 ગીગાવોટથી ઓછામાં ઓછા 10 ગીગાવોટ સુધી વધારવા માગે છે. કંપની દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ પાર્કમાંનો એક બનાવી રહી છે. ચીન પરની નિર્ભરતા ઘટાડવા માટે અદાણી ગ્રુપની યોજનાઓ વિશે પણ તેમણે પ્રકાશ પાડ્યો હતો.
ગૌતમ અદાણીના 30 વર્ષીય ભત્રીજા સાગર અદાણીએ જણાવ્યું હતું કે, અદાણી જૂથ આગામી 18 થી 24 મહિનામાં આયાતી સાધનો પર નિર્ભરતા ઘટાડવા માટે રોકાણ કરી રહ્યું છે.
આંતરિક ઉપાર્જન આગામી દાયકામાં રિન્યુએબલ્સમાં તેમના આયોજિત $100 બિલિયન રોકાણને ભંડોળ પૂરું પાડી શકે છે.
અદાણી જૂથ 2026 સુધીમાં સોલર પેનલના ઉત્પાદનમાં 150% વધારો કરવાનું આયોજન કરી રહ્યું છે.
2030 સુધીમાં 50 ગીગાવોટની ક્ષમતાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે કંપની ઝડપી-ટ્રેકિંગ ગ્રીન એનર્જી પ્રોજેક્ટ ઉપરાંત તે સૌર પેનલ વેફર્સ, ઇંગોટ્સ અને વિન્ડ ટર્બાઇન્સનું ઉત્પાદન કરી રહી છે.