અદાણી એન્ટરપ્રાઇઝની આવક ૯૬% વધી રુ.૧,૩૮,૧૭૫, PAT ૨૧૮% વધીને રૂ. ૨,૪૭૩ કરોડ
અમદાવાદ, 5 મેઃ અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ. એ ૩૧ માર્ચ,૨૦૨૩ના પૂરા થતાં ક્વાર્ટર અને નાણાકીય વર્ષના પરિણામો જાહેર કર્યા છે. તે અનુસાર નાણાકીય વર્ષ-૨૩ના ૪થા ક્વાર્ટરમાં કુલ આવક ૨૬% વધીને રુ.૩૧,૭૧૬ કરોડ થવા સાથે EBIDTA ૧૫૭% વધીને રુ.૩,૯૫૭ કરોડ અને એટ્રિબ્યુટેબલ PAT ૧૩૭% વધીને રૂ. ૭૨૨ કરોડ નોંધાવ્યા છે.
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું કે, આ અસાધારણ પરિણામો પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવાના અમારા અભિગમ અને નિર્ણાયક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસાયો બનાવવાના અમારા સતત ટ્રેક રેકોર્ડની પણ ઓળખ પ્રસ્થાપિત કરે છે. અમે અદાણીના વિવિધ વ્યવસાયોમાં કરવાના અભિગમને વળગી રહીને અમારા તમામ રોકાણકારો માટે લાંબા ગાળા માટેના આધારભૂત મૂલ્યનું સર્જન કરવાનો ઇરાદો રાખીએ છીએ.
નાણાકીય વર્ષ-૨૩માં વાર્ષિક ધોરણે (એકીકૃત) નાણાકીય કામકાજની ઝલક
સંકલિત સંસાધનોના વ્યવસ્થાપન(IRM) અને એરપોર્ટ બિઝનેસના મજબૂત કામકાજના કારણે આવક ૯૬% વધીને રૂ.૧,૩૮,૧૭૫ કરોડ
IRM વ્યવસાયમાં વૃધ્ધિ ઉપરાંત એરપોર્ટ્સ અને માર્ગો જેવા ઇન્ક્યુબેટિંગ બિઝનેસમાં વૃદ્ધિના કારણે EBIDTA ૧૧૨% વધીને રૂ.૧૦,૦૨૫ કરોડ થયો છે. જે આવકની સાથે બંધ બેસે છે.
એટ્રિબ્યુટેબલ PAT ૨૧૮% વધીને રૂ.૨૪૭૩ વધેલા EBIDTA સાથે સુસંગત છે