અમદાવાદ,૩ એપ્રિલ: પૈકીની એક અદાણી ગ્રીન એનર્જી લિ (AGEL) એ તેના સંચાલકીય પોર્ટફોલિયોના 10,000 મેગાવોટના આંકને પાર કર્યો છે. અદાણી ગ્રીન એનર્જીના સંચાલકીય પોર્ટફોલિયોમાં 7,393 મેગાવોટ સૌર, 1,401 મેગાવોટ પવન  ઉર્જા અને 2,140 મેગાવોટ પવન-સૌર હાઇબ્રિડ ક્ષમતાનો સમાવેશ થાય છે. ચાલુ દસકાના આખરે 45,000 GW રીન્યુએબલ એનર્જીના લક્ષ્યવેધ તરફ નિશ્ચિતપણે આગળ ધપી રહેલી AGELઅને તેના વિકાસમાં સહભાગીઓ માટે આ સિમાચિહ્નરુપ ઉપલબ્ધિ પ્રોત્સાહનના પોરસ પિરસનારી છે. અદાણી એનર્જીનો 10,934 MWનો કાર્યાન્વિત પોર્ટફોલિયો 58 લાખથી વધુ ઘરોને રોશની અને વાર્ષિક 21 મિલિયન ટન કાર્બનના ઉત્સર્જનને ટાળવા સાથે હવાને પ્રદુષિત થતી અટકાવવાના પ્રયાસોમાં યોગદાન આપશે.

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, અમને રિન્યુએબલના ફલકમાં ભારતના પ્રથમ દસ હજાર મેગાવોટ રીન્યુએબલ એનર્જીના ઉત્પાદક હોવાનો ગર્વ છે. સ્વચ્છ ઉર્જાનું અન્વેષણ કરવાના માત્ર વિચારથી માંડીને સ્થાપિત ક્ષમતામાં અસાધારણ 10,000 મેગાવોટના ઉત્પાદનનો માનવંતો આંક હાંસલ કરવાનું ભગીરથ કાર્ય પાર પડ્યું છે. 2030 સુધીમાં 45,000 મેગાવોટ ઉત્પાદન કરવા તરફના અમારા અભિયાનના એક ભાગરુપ અમે ખાવડામાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ બનાવી રહ્યા છીએ. 30,000 મેગાવોટનો આ મહત્વાકાંક્ષી પ્રકલ્પ વૈશ્વિક મંચ પર બેનમુન છે. તેમણે ઉમેર્યું હતુંકે AGELવિશ્વ માટે માત્ર બેન્ચમાર્ક સેટ જ નથી કરી રહી પરંતુ તેને  નવેસરથી વ્યાખ્યાયિત કરી રહી છે.

ભારતના રીન્યુએબલ એનર્જીના લક્ષ્યાંકોમાં AGELના 10,000 MWના યોગદાન સાથે દેશના રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં સૌથી મોટું ગ્રીનફિલ્ડ વિસ્તરણ આગળ વધવાના કારણે કંપની ભારતની સ્થાપિત યુટિલિટી-સ્કેલ સોલર અને વિન્ડ ક્ષમતાના લગભગ 11%નું પ્રતિનિધિત્વ કરે છે. આ સાથે ભારતના યુટિલિટી-સ્કેલ સોલરની સ્થાપનામાં 15% થી વધુ ફાળો આપેે છે. આ સેક્ટરમાં  3,200 થી વધુ સીધી નોકરીની તકોનું સર્જન કરવામાં આવ્યું છે. વૈશ્વિક સ્તરે ગીગા-સ્કેલ વિકાસ માટે બ્લુપ્રિન્ટ પૂૂરી પાડી છે. તેની ઉપલબ્ધિ જોઇએ તો નાણા વર્ષ-16 અને -23માં  વિશ્વનું સૌથી મોટું સિંગલ લોકેશન આગામી મહત્વાકાંક્ષી સિમાચિહ્ન અંતર્ગત વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ હાઇબ્રિડ રીન્યુએબલ એનર્જી ક્લસ્ટર અને રીન્યુએબલ એનર્જી પ્રકલ્પ છે.

ગુજરાતના કચ્છમાં ખાવડા ખાતે વેરાન જમીન પર AGEL વિશ્વનો સૌથી મોટો  30,000 મેગાવોટનો રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ વિકસાવી રહી છે. 538 ચોરસ કિમીમાં આકાર પામી રહેલ આ પ્રકલ્પ પેરિસ કરતા પાંચ ગણો અને મુંબઈ શહેર જેટલો વિરાટ છે.AGELએ કામગીરી આરંભ કર્યાના 12 મહિનામાં 2,000 મેગાવોટની  અર્થાત આયોજિત 30,000 મેગાવોટના 6% થી વધુ સંચિત સૌર ક્ષમતા કાર્યરત કરી છે. ખાવડામાં AGELઅદાણી ઇન્ફ્રાની પ્રોજેક્ટના અમલીકરણની કાર્ય ક્ષમતાઓ, અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિ.ની ઉત્પાદનની કુશળતા, અદાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ સર્વિસિસ લિ.ની ઓપરેશનલ શ્રેષ્ઠતા અને અમારા વ્યૂહાત્મક ભાગીદારોની મજબૂત સપ્લાય ચેઇનનો લાભ લઈ રહી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)