અમદાવાદ, 27 ડિસેમ્બરઃ AGEL અને Total Energies વચ્ચે સંયુક્ત સાહસ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આ જોઈન્ટ વેન્ચર (સંયુક્ત સાહસ) 1,050 MW પોર્ટફોલિયો ધરાવે છે જેમાં ભારતમાં સૌર અને પવન ઉર્જા બંને પ્રોજેક્ટ પહેલેથી જ કાર્યરત (300 MW), નિર્માણાધીન (500 MW) અને અંડર ડેવલપમેન્ટ એસેટ (250 MW) મિશ્રણનો સમાવેશ થાય છે.

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) અને ફ્રેન્ચ ઉર્જા અગ્રણી ટોટલએનર્જીએ નવી કંપનીમાં $300 મિલિયનનું રોકાણ કરીને 50:50 સંયુક્ત સાહસ બનાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે.

અદાણી ગ્રૂપે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ સપ્ટેમ્બર 2023માં AGEL અને TotalEnergies વચ્ચે બંધનકર્તા કરાર કર્યા છે. આ ટ્રાન્જેક્શન સાથે AGELએ 300 મેગાવોટ (MW), અન્ય પ્રોજેક્ટ્સ (500 MW) અને ડેવલપમેન્ટ એસેટ્સ (250 MW)ની ઓપરેશનલ ક્ષમતા સંયુક્ત સાહસને ટ્રાન્સફર કરી છે. ટોટલએનર્જીએ નવી એન્ટિટીમાં 50% ઇક્વિટી હસ્તગત કરી છે.

અદાણી ગ્રીન એનર્જીનો શેર BSE ખાતે 12 વાગ્યે 1.47% ઉછળી 1623.40 પર કારોબાર થઈ રહ્યો હતો. જેનો 52 વીક હાઈ 2185.30 અને વાર્ષિક લો 439.35 છે. AGEL યુટિલિટી-સ્કેલ ગ્રીડ કનેક્ટેડ સોલાર, વિન્ડ અને હાઇબ્રિડ રિન્યુએબલ પાવર પ્લાન્ટ્સ વિકસાવે છે, તેની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે અને તેની પાસે 8.4 ગીગાવોટ (GW)નો ઓપરેટિંગ રિન્યુએબલ પોર્ટફોલિયો છે. TotalEnergies લિસ્ટેડ કંપનીમાં 19.7% હિસ્સા સાથે નોંધપાત્ર લઘુમતી રોકાણકાર છે અને આ નવું સંયુક્ત સાહસ તેનું વિસ્તરણ છે.

26 ડિસેમ્બરે, AGELએ જાહેરાત કરી કે તેના બોર્ડે કંપનીના વોરંટમાં રોકાણ કરીને કંપનીમાં રૂ. 9,350 કરોડનું રોકાણ કરવાની પ્રમોટરની યોજનાને મંજૂરી આપી છે. આ, આ મહિનાની શરૂઆતમાં $1.4 અબજના ડેટની સાથે, કંપની દ્વારા એકત્ર કરાયેલ કુલ ફંડ $3 અબજ સુધી જાય છે.

ગૌતમ અદાણીની આગેવાની હેઠળની કંપનીએ અગાઉ જણાવ્યું હતું કે એકત્ર કરાયેલ ભંડોળનો ઉપયોગ ડિલિવરેજિંગ અને મૂડી ખર્ચ માટે કરવામાં આવશે. કંપનીનું ચોખ્ખું દેવું સપ્ટેમ્બરના અંતે રૂ. 40,455થી ઘટીને રૂ. 38,190 કરોડ થયું છે.

કંપનીએ 2030 સુધીમાં 45 GWની કાર્યકારી ક્ષમતા ધરાવવાનું મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યું છે, જેમાંથી તેણે કુલ 20.6 GWના પ્રોજેક્ટ્સ અને 2,00,000 એકરથી વધુની સુરક્ષિત જમીનની યોજનાઓ તૈયાર કરી છે જે તેની ક્ષમતા વધારાની યોજનાઓને સમર્થન આપી શકે છે.