અદાણી ગ્રીન, અદાણી પાવર, ટોટલ ગેસમાં સુધારો, અદાણી ટ્રાન્સ, NDTV ઘટ્યા

અમદાવાદ, 2 મેઃ પ્રોત્સાહક વાર્ષિક અને ત્રિમાસિક પરીણામોના પગલે અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટોટલ ગેસ અને અદાણી પાવરના શેર્સમાં આજે સંગીન સુધારાની ચાલ જોવા મળી હતી. તે જોતાં અદાણી જૂથના શેર્સમાં ધીરે ધીરે રિકવરી ટ્રેન્ડ શરૂ થયો છે. જોકે, અદાણી ટ્રાન્સમિશન, એનડીટીવી અને અંબુજા સિમેન્ટમાં સાધારણ ઘટાડાની ચાલ રહી હતી. જૂથના કુલ 10માંથી 6 શેર્સમાં સુધારાની ચાલ રહી હતી.
અદાણી જૂથના શેર્સની મંગળવારના બંધ ભાવોની સ્થિતિ
સ્ક્રિપ્સ | છેલ્લો ભાવ | તફાવત ટકા |
ACC | 1764.60 | 1.65 |
ADANI ENTERPRISES | 1920.05 | -0.20% |
ADANI GREEN ENERGY | 974.10 | 2.47% |
ADANI PORTS & SEZ | 681.35 | 0.15% |
ADANI POWER | 235.95 | 4.94% |
ADANI TOTAL GAS | 958.65 | 1.48% |
ADANI TRANSMISSION | 1021.55 | -5.80% |
ADANI WILMAR | 415.50 | 0.87% |
AMBUJA CEMENT | 394.40 | – 0.48% |
NDTV | 185.85 | -1.90% |
(સ્રોતઃ બીએસઇ)
સેન્સેક્સ વધુ 242 પોઇન્ટ સુધર્યો, નિફ્ટી 18147 પોઇન્ટની સપાટીએ
મંગળવારે માર્કેટમાં પોઝિટિવ ટોન જારી રહેવા સાથે BSE સેન્સેક્સ 61,486.24 અને 61,255.00 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 242.27 પોઈન્ટ્સ વધીને 61008.38 પોઈન્ટ્સ બંધ રહ્યો હતો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 18,180.25 અને 18,101.75 પોઈન્ટ્સની સપાટી વચ્ચે રમી છેલ્લે 82.65 પોઈન્ટ્સના સુધારા સાથે 18147.65 પોઈન્ટ્સ બંધ રહ્યો હતો. આઈટી, ટેકનો, પાવર, રિયલ્ટી, ઓટો, મેટલ, ઓઈલ-ગેસ, બેન્ક, પાવર, ફાઈનાન્શિયલ, ફાર્મા, એનર્જી અને એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી જ્યારે ટેલીકોમ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.74 ટકા અને 0.64 ટકા વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ સતત આઠમાં સેશનમાં ગ્રીન ઝોનમાં બંધ રહ્યો હતો. આજે ઓએનજીસીના શેરમાં 4 ટકાની તેજી જોવા મળી હતી.
માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ પોઝિટિવ રહ્યા
વિગત | કુલ | સુધર્યા | ઘટ્યા |
બીએસઇ | 3816 | 2066 | 1582 |
સેન્સેક્સ | 30 | 16 | 14 |