અદાણી ગ્રૂપ અને ઉબેરનું જોડાણ દેશમાં EV ક્ષેત્રે ક્રાંતિ સર્જી શકે!
ઝીરો એમીશન, રોજગારી સર્જન અને ‘સુપર એપ’થી સીમલેસ સેવાઓ
અમદાવાદ, 28 ફેબ્રુઆરીઃ અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી અને કેબ બુકિંગ એપ કંપની ઉબેરના સીઈઓ દારા ખોસરોશાહી વચ્ચેની બેઠક બાદ માર્કેટમાં ચર્ચાઓનું બજાર ગરમ છે. તાજેતરમાં થયેલી આ ખાસ મુલાકાત બાદ બંને કંપનીઓએ સાથે મળીને કામ કરવાના સંકેત આપ્યા છે. બંને ઉદ્યોગ નેતાઓએ ભારતના વિકાસ અને વિઝન પર ચર્ચાઓ કરી દેશમાં EV ટ્રાન્ઝિશનને વેગ આપવા મોબિલિટી સર્વિસ પ્રોવાઈડર બનવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
અદાણી ગ્રૂપે ઇ-બસના કાફલાઓમાં બીડ કરીને ઇલેક્ટ્રિક માસ મોબિલિટી સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. તે સમગ્ર ભારતમાં ચાર્જિંગ સ્ટેશનનું નેટવર્ક ઊભું કરી EV ફ્લીટને ગ્રીન એનર્જી સાથે પાવરિંગ લૂપને પૂર્ણ કરે છે. આ ભાગીદારીથી ભારતમાં ઇલેક્ટ્રિક ફોર-વ્હીલરને અપનાવવાની ક્ષમતા વધી જશે, કારણ કે ઉત્પાદકો આર્થિક રીતે સધ્ધર બનવા મોટા પાયે વ્યાપારી એપ્લિકેશનો શોધી રહ્યા છે. ઉબેર માટે તે વિશ્વની સૌથી મોટી EV ફ્લીટ ભાગીદારીમાંની એક બની શકે છે.
અદાણી જૂથ આગામી 10 વર્ષમાં ભારતના ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશનમાં $100 બિલિયનનું રોકાણ કરવા પ્રતિબદ્ધ છે અને 2027 સુધીમાં 10 ગીગાવોટ સુધીની સૌર ઉત્પાદન ક્ષમતા વધારવાની યોજના ધરાવે છે. તો ઉબેર 2040 પહેલા શૂન્ય-ઉત્સર્જન ગતિશીલતા પ્લેટફોર્મ બનવાની તેની પ્રતિબદ્ધતાને અનુસરતા ભારત સહિત વિશ્વભરમાં EV વાહનોના કાફલા સાથે ઉતરવાનું વિચારી રહ્યું છે. ઉબેરની ઇકો-ફ્રેન્ડલી EV સેવા (ઉબેર ગ્રીન) દિલ્હીમાં પહેલેથી જ ઉપલબ્ધ છે.
ઉબર સાથે ભાગીદારીનું પગલું અદાણી ગ્રુપને આગામી દસ વર્ષમાં એનર્જી ટ્રાન્ઝિશન સહિતના ઉદ્યોગોમાં $100 અબજનું રોકાણ કરવાની યોજનામાં મદદરૂપ સાબિત થશે. બસ, કોચ અને ટ્રક જેવા ઈલેક્ટ્રિક કોમર્શિયલ વાહનોમાં ધરાવતું અદાણી જૂથ આગામી સમયમાં ઈલેક્ટ્રિક પેસેન્જર વાહનોમાં પ્રવેશ કરવાની યોજના ધરાવે છે. અદાણી ગ્રૂપ તેની સુપર એપ AdaniOne સેવાઓના વિસ્તરણ પર કામ કરી રહ્યું છે, ઉબેર સાથેના જોડાણથી તે ઓનલાઈન કેબ બુકિંગ, ફ્લાઇટ્સ, હોટેલ્સ, એરપોર્ટ્સ સહિત એન્ડ-ટુ-એન્ડ સીમલેસ મુસાફરી સેવાઓ પ્રદાન કરી શકે છે.
2013થી ભારતમાં કાર્યરત ઉબેરે અત્યાર સુધીમાં 3 બિલિયનથી વધુ ટ્રિપ્સ પૂર્ણ કરી છે અને 125 શહેરોમાં તેની સેવાઓ ઉપલબ્ધ છે. એટલું જ નહી, કંપનીના જણાવ્યા મુજબ 8,00,000 થી વધુ ભારતીય ડ્રાઇવર્સને ટકાઉ આવક મેળવવામાં મદદ કરી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)