અદાણી પાવરના પાવરપેક Q1: નફો 83.3% ઊછળ્યો
અમદાવાદ, 3 ઓગસ્ટઃ અદાણી જૂથની અદાણી પાવર લિ.નો નાણાકીય વર્ષ 2023-24 ના Q1 માટે કર પછીનો સંકલિત નફો 83.3% વધીને રૂ. 8,759 કરોડ (4,780 કરોડ) થયો છે. કુલ આવક રૂ. 8,717 કરોડ (4,822 કરોડ) નોંધાવી છે. કોન્સોલિડેટેડ EBITDA 41.5% વધીને રૂ. 10,618 કરોડ રૂ. 7,506 કરોડ) નોંધાવવા સાથે આકર્ષક કામગીરી નોંધાવી છે. કંપનીનો 1,600 MW ગોડ્ડા USCTPP Q1 FY 2023-24 દરમિયાન કાર્યરત છે. પ્લાન્ટે બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ સાથે 1,496 MW (નેટ) પાવર પરચેઝ એગ્રીમેન્ટ [“PPA”] હેઠળ બાંગ્લાદેશને સંપૂર્ણ લોડ પાવર સપ્લાય શરૂ કર્યો છે.
કંપનીના ત્રિમાસિક પરિણામો પર ટિપ્પણી કરતા, અદાણી પાવર લિમિટેડના સીઈઓ એસ બી ખ્યાલિયાએ જણાવ્યું હતું કે, અદાણી પાવરે 1,600 મેગાવોટ ગોડ્ડા USCTPPના કમિશનિંગ સાથે IPPsમાં તેની આગેવાની વધારી છે અને ટ્રાન્સનેશનલ પાવર વેચાણના નવા યુગમાં પ્રવેશ કર્યો છે.