એથર ઇન્ડસ્ટ્રીઝનો આઇપીઓ 21 ટકા પ્રિમિયમે લિસ્ટેડ
પ્રાઇમરી માર્કેટના રોકાણકારો માટે એલઆઇસી આઇપીઓ લિસ્ટિંગ પછીની નાની પનોતી જાણે દૂર થઇ હોય તેમ એથર ઇન્ડસ્ટ્રીઝનો આઇપીઓ આજે રૂ. 642ની ઇશ્યૂ પ્રાઇસ સામે 21 ટકા પ્રિમિયમે લિસ્ટેડ થયો છે. સવારે 706.15ની સપાટીએ ખુલ્યા બાદ ઉપરમાં રૂ. 776.75 થઇ નીચામાં રૂ. 699.85 થઇ રૂ. 776.75ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 134.75 (20.99 ટકા) પ્રિમિયમ દર્શાવે છે. કંપનીનો રૂ. 808.04 કરોડના આઈપીઓમાં ક્યુઆઈબી પોર્શન 17.57 ગણા સાથે કુલ 6.26 ગણો ભરાયો હતો. રિટેલ પોર્શન 1.14 ગણો ભરાયો હતો.
મે- જૂનમાં લિસ્ટેડ આઇપીઓની સ્થિતિ
કંપની | ઇશ્યૂ પ્રાઇસ | છેલ્લો બંધ |
એથર ઇન્ડ. | 642 | 776.75 |
ઇમુધ્રા | 256 | 256.15 |
ઇથોસ લિ. | 878 | 748.15 |
પારાદીપ ફોસ્ફેટ | 42 | 44.05 |
વિનસ પાઇપ્સ | 326 | 3331.5 |
દેલ્હીવેરી | 487 | 535.50 |
પ્રુડેન્ટ કોર્પોરેટ | 630 | 565.55 |
એલઆઇસી | 949 | 800.25 |
રેઇનબો ચિલ્ડ્રન | 542 | 470.85 |
કેમ્પ્સ એક્ટિવેર | 292 | 339.10 |