એરોક્સ ટેકનોલોજીસ રૂ. 750 કરોડના IPO સાથે મૂડીબજારમાં પ્રવેશશે
અમદાવાદઃ નાણાકીય વર્ષ 2021-22માં 50થી 55 ટકાનો બજાર હિસ્સો ધરાવતી ખાનગી હોસ્પિટલ પીએસએ મેડિકલ ઓક્સિજન બજારની દ્રષ્ટિએ એરોક્સ ટેકનોલોજીસ લિમિટેડે બજાર નિયમનકાર સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (“સેબી”) સાથે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“ડીઆરએચપી”) દાખલ કર્યું છે.
શેરદીઠ ફેસવેલ્યૂ | રૂ. 10 |
ઇશ્યૂની અંદાજિત સાઇઝ | રૂ. 750 કરોડ |
બુક રનિંગ લીડ મેનેજર્સ | જેએમ ફાઇનાન્શિયલ, ICICI સિક્યોરિટીઝ |
કંપનીના આઇપીઓમાં વિક્રેતા શેરધારકો દ્વારા કુલ ₹ 750 કરોડના શેરના વેચાણની ઓફર સામેલ છે, જે દરેકની ફેસ વેલ્યુ ₹ 10 છે. વેચાણ માટેની ઓફરમાં સંજય ભરતકુમાર જયસ્વાલ દ્વારા ₹ 5,250 મિલિયનના ઇક્વિટી શેર અને આશિમા સંજય જયસ્વાલ દ્વારા ₹ 2,250 મિલિયનના ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ છે (સંયુક્તપણે, “પ્રમોટર વિક્રેતા શેરધારકો”).
કંપનીની કામગીરી વિશે
કંપની ભારતીય હોસ્પિટલોમાં પ્રીમાઇસ પીએસએ ઓક્સિજન જનરેટર્સની સુવિધા વધારવામાં પથપ્રદર્શક કંપનીઓમાં સામેલ છે, જે 31 માર્ચ, 2022 સુધી આશરે 872 સ્થાપિત અને કાર્યરત પીએસએ ઓક્સિજન જનરેટર્સ ધરાવે છે. પીએસએ ઓક્સિજન જનરેશન બજારમાં એક દાયકાથી વધારેના અનુભવ સાથે સ્થાપિત કંપની ભારતમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ પીએસએ મેડિકલ ઓક્સિજન બજારમાં કુલ સ્થાપિત કાર્યરત પીએસએ ઓક્સિજન જનરેટર્સની દ્રષ્ટિએ નાણાકીય વર્ષ 2021-22માં આશરે 30થી 31 ટકા બજારહિસ્સા સાથે બજારમાં લીડર બનવા અને ભારતીય મેડિકલ ઓક્સિજન બજાર વધારવા સક્ષમતા ધરાવે છે.