અકુમ્સ ડ્રગ્સ 7% પ્રીમિયમે થયો લિસ્ટેડ
અમદાવાદ, 6 ઓગસ્ટઃ Akums Drugs and Pharmaceuticals ના શેર મંગળવારે એક્સચેન્જો પર 6.8% ના પ્રીમિયમ સાથે ડેબ્યૂ થયા. NSE અને BSE પર રૂ. 679 ની ઇશ્યૂ કિંમતની સામે શેર રૂ. 725 પર લિસ્ટેડ થયો હતો. લિસ્ટિંગ પહેલાં, કંપનીના શેરનો અનલિસ્ટેડ માર્કેટમાં રૂ. 140ના GMP સાથે વેપાર થયો હતો. IPO ને 63.5 ગણા એકંદર સબસ્ક્રિપ્શન સાથે રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રૂ. 679ની ઇશ્યૂ પ્રાઇસ સામે શેર રૂ. 725ની સપાટીએ ખુલી નીચામાં રૂ. 724.50 થઇ ઉપરમાં રૂ. 797.45 થયા બાદ આ લખાય છે ત્યારે રૂ. 795 આસપાસ રમતો હતો. શેરદીઠ રૂ. 2ની ફેસવેલ્યૂ અને શેરદીઠ રૂ. 646-679ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના આઇપીઓ સાથએ મંગળવાર, 30 જુલાઈ, 2024ના રોજ મૂડીબજારમાં પ્રવેશી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)