અમદાવાદ, 31 જાન્યુઆરી: લક્ઝરી સરફેસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ્સમાંની એક એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીએલ) તેની વ્યવસાયિક કામગીરીની સફળતાપૂર્વક કાયાપલટ કરી છે અને નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન સ્ટેન્ડઅલોન ધોરણે ઉત્કૃષ્ટ ઓપરેશનલ અને નાણાંકીય કામગીરી નોંધાવી છે. સ્ટેન્ડઅલોન ધોરણે કંપનીએ નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 6.4 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જયારે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 10.2 કરોડની ચોખ્ખી ખોટ હતી. કંપનીએ નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે એબિટા રૂ. 15 કરોડની નોંધાઈ હતી જ્યારે નાણાંકીય વર્ષ 2023ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં એબિટા રૂ. 5.4 કરોડની નકારાત્મક સ્તરે હતી. નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખું વેચાણ રૂ. 320.2 કરોડ નોંધાયું હતું.

કન્સોલિડેટેડ ધોરણે કંપનીએ નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 8.1 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી હતી જે નાણાંકીય વર્ષ 2023ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 26.9 કરોડ હતી. કંપનીનું કન્સોલિડેટેડ ચોખ્ખું વેચાણ નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 371.1 કરોડ નોંધાયું હતું.

નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે નિકાસો વાર્ષિક ધોરણે 8% વધીને રૂ. 55 કરોડ થઇ હતી. નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ નવ મહિના માટે નિકાસો રૂ. 148 કરોડ રહી હતી જે કુલ વેચાણના 17% જેટલી હતી.

આગામી પાંચ વર્ષમાં રૂ. 400 કરોડનું ટર્નઓવર હાંસલ કરવાનો આશાવાદ

કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કમલેશ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક પડકારજનક ત્રિમાસિક ગાળા બાદ કંપનીએ સ્ટેન્ડઅલોન ધોરણે તેની વ્યવસાયિક કામગીરીની સફળતાપૂર્વક કાયાપલટ કરી છે. કંપની રૂ. 6,000 કરોડની કુલ આવક મેળવવાના તેના લાંબા ગાળાના વિઝનને સાકાર કરવા માટે કૃતનિશ્ચયી છે. નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે કંપનીએ દિલ્હી એનસીઆરમાં 6,000 ચોરસ ફૂટનો કંપની શોરૂમ ખોલ્યો હતો. કંપનીએ હૈદરાબાદના વાઇબ્રન્ટ માર્કેટમાં 3,000 ચોરસ ફૂટનો શોરૂમ પણ લોન્ચ કર્યો હતો અને તમામ સાઇઝ, ડિઝાઈન અને ફિનિશમાં 700થી વધુ ગ્લેઝ્ડ વિટ્રિફાઇડ ટાઇલ્સ તથા ગ્રાન્ડ સ્લેબ્સ રજૂ કર્યા હતા. કંપનીને આશા છે કે આ ડિવિઝન આગામી પાંચ વર્ષમાં રૂ. 400 કરોડનું ટર્નઓવર હાંસલ કરશે.

એજીએલ સેનિટરીવેર પ્રાઇવેટ લિમિટેડે સફળતાપૂર્વક અત્યાધુનિક પ્લાન્ટ ઊભો કર્યો છે. સેનિટરીવેર પ્લાન્ટની સ્થાપિત ક્ષમતા વાર્ષિક 0.66 મિલિયન પીસની છે અને કંપનીએ પહેલી ઓક્ટોબર, 2023ના રોજ વ્યવસાયિક ઉત્પાદન શરૂ કર્યુ હતું. કંપની 235થી વધુ એક્સક્લુઝિવ ફ્રેન્ચાઇઝી શોરૂમ્સ, કંપની હસ્તકના 12 ડિસ્પ્લે સેન્ટર્સ અને સમગ્ર ભારતમાં વ્યાપક માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ધરાવે છે જેમાં સમગ્ર ભારતમાં ડિસ્ટ્રીબ્યુટર્સ, ડીલર્સ અને સબૃડીલર્સ સહિત 14,000થી વધુ ટચપોઇન્ટ્સ છે. કંપની 100થી વધુ દેશોમાં નિકાસ પણ કરે છે.Top of Form

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

gopal@dsnnconsultancy.com, cfo@aglasiangranito.com, sunilsoni@aglasiangranito.com