બંસલ વાયર્સઃ પ્રાઇસબેન્ડ રૂ.243-256

આઇપીઓ ખૂલશે3 જુલાઇ
આઇપીઓ બંધ થશે5 જુલાઇ
પ્રાઇસબેન્ડરૂ.243-256
લોટ સાઇઝ58 શેર્સ
ઇશ્યૂ સાઇઝ29,101,562શેર્સ
ઇશ્યૂ સાઇઝરૂ.745 કરોડ
લિસ્ટિંગએનએસઇ, બીએસઇ

અમદાવાદ, 3 જુલાઇઃ આઇપીઓ માર્કેટમાં આજે બે આકર્ષક આઇપીઓ ખૂલી રહ્યા છે. ગ્રે માર્કેટમાં બંસલ વાયર માટેનું પ્રિમિયમ રૂ.66 આસપાસ રહેવા સાથે અંદાજિત લિસ્ટિંગ 320-322 આસપાસ રહેવાની ધારણા પ્રાઇમરી માર્કેટ પંડિતો મૂકી રહ્યા છે. જ્યારે Emcure ફાર્મામાં ગ્રે માર્કેટ પ્રિમિયમ 299-303 આસપાસ મૂકાય છે અને લિસ્ટિંગ રૂ. 1300- 1310 આસપાસ રહેવાની ધારણા સેવાય છે.

બંસલ વાયરઃ બંસલ વાયર શેરદીઠ રૂ. 5ની ફેસ વેલ્યૂ અને રૂ. 243-256ની પ્રાઇસબેન્ડ ધરાવતાં 29101562 શેર્સના આઇપીઓ સાથે તા. 3 જુલાઇના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 5 જુલાઇના રોજ બંધ થશે. લોટ સાઇઝ 58 શેર્સની રહેશે. કંપની કુલ રૂ. 745 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત ધરાવે છે.રિટેલ રોકાણકારોએ અરજી સમયે રૂ. 14848 ભરવાના  રહેશે.

લિસ્ટિંગઃ કંપનીના શેર્સ એનએસઇ અને બીએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.

લીડ મેનેજર્સઃ એસબીઆઇ કેપિટલ માર્કેટ્સ, ડેમ કેપિટલ એડવાઇઝર્સ

એન્કર બુક (₹ 223 કરોડ) માં માર્કી ડોમેસ્ટિક અને ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સની ભાગીદારી હતી. એન્કર ફાળવણી નીચે મુજબ છે: પ્રત્યેક ₹24.5 કરોડ: SBI MF, HDFC MF, દરેક ₹14 કરોડ: કોટક MF, Eastspring Investments, Carmignac, Neuberger Berman, Think Investment, Tata MF, DSP MF, બંધન MF, SBI લાઇફ ઇન્શ્યોરન્સ, HSBC MF, મલબાર, પ્રત્યેક ₹10.25 કરોડ: એડલવાઈસ MF, મોતીલાલ ઓસ્વાલ MF

Emcure ફાર્માસ્યુટિકલ્સઃ પ્રાઇસબેન્ડ રૂ.960-1008

IPO ખૂલશે3 જુલાઇ
IPO બંધ થશે5 જુલાઇ
ફેસ વેલ્યૂરૂ.10
પ્રાઇસબેન્ડરૂ.960-1008
લોટ સાઇઝ14 શેર્સ
ઇશ્યૂ સાઇઝ19365346 શેર્સ
એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટરૂ.90
લિસ્ટિંગએનએસઇ, બીએસઇ

Emcure ફાર્માસ્યુટિકલ્સઃ Emcure ફાર્માસ્યુટિકલ્સ તા. 3 જુલાઇના રોજ આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપની શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 960-1008ની પ્રાઇસબેન્ડ ધરાવતા 19,365,346 શેર્સ ઓફર કરવા સાથે કુલ રૂ. 1952.03 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત ધરાવે છે. તે પૈકી રૂ. 800 કરોડ ફ્રેશ ઇશ્યૂ મારફત અને રૂ. 1152.03 કરોડ ઓફર ફોર સેલ મારફત એકત્ર કરવાની દરખાસ્ત ધરાવે છે.

આઇપીઓ તા. 5 જુલાઇના રોજ બંધ થશે. મિનિમમ લોટ સાઇઝ 14 શેર્સની રહેશે અને અરજી સમયે રિટેલ રોકાણકારોએ રૂ. 14112ની એપ્લિકેશન કરવાની રહેશે.

લિસ્ટિંગઃ કંપનીના શેર્સ એનએસઇ અને બીએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.

લીડ મેનેજર્સઃ કોટક કેપિટલ, એક્સિસ કેપિટલ, જેપી મોર્ગન, જેફરીઝ ઇન્ડિયા

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)