અવાન્સ ટેક્નોલોજીસનો નફો 10 ગણો વધી રૂ. 4.88 કરોડ, આવક 380% વધી રૂ. 144.29 કરોડ
મુંબઈ, 3 જૂનઃ મુંબઈ સ્થિત હાર્ડવેર અને સોફ્ટવેર પ્રોડક્ટ્સના પુનઃવેચાણ તથા ડિજિટલ માર્કેટિંગ પ્રવૃત્તિઓમાં વિશેષતા ધરાવતી કંપની અવાન્સ ટેક્નોલોજીસ લિમિટેડે (એટીએલ) નાણાંકીય વર્ષ 2024 દરમિયાન ચોખ્ખા નફામાં 10 ગણો વધારો નોંધાવ્યો છે જે નાણાંકીય વર્ષ 2023માં રૂ. 41 લાખથી વધીને રૂ. 4.88 કરોડ થયો છે. નાણાંકીય વર્ષ 2024 દરમિયાન કુલ આવકો રૂ. 146.82 કરોડ થઈ હતી જે ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 30.54 કરોડથી 380 ટકા વધુ હતી. નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં કંપનીએ રૂ. 2.08 કરોડનો ચોખ્ખો નફો અને રૂ. 108.3 કરોડની કુલ આવક નોંધાવી હતી.
કંપની ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રોડક્ટ્સના વિતરણમાં નિપુણતા ધરાવે છે. કંપનીની મુખ્ય પ્રવૃત્તિઓમાં સોફ્ટવેર અને હાર્ડવેરનું પુનઃવેચાણ સામેલ છે. કંપની ડિજિટલ મીડિયા પ્લાનિંગ અને બાઇંગ, સોશિયલ મીડિયા માર્કેટિંગ, મોબાઈલ એપ્સ માર્કેટિંગ, વોટ્સએપ ઈ-કોમર્સ, વીડિયો ક્રિએશન અને માર્કેટિંગ, ઈન્ફ્લુએન્સર વગેરે સહિતની વિશાળ શ્રેણીની સર્વિસીઝ ઓફર કરે છે.
અવાન્સ ટેક્નોલોજીસનું પ્રાથમિક ધ્યેય દરેક ક્લાયન્ટની અનન્ય જરૂરિયાતો અને લક્ષ્યોને અનુરૂપ વ્યૂહરચનાઓ વિકસાવવા અને અમલમાં મૂકવાનું છે. અમે વૃદ્ધિની તકો ઓળખવા, બજારના વલણોનું વિશ્લેષણ કરવા અને માપી શકાય તેવા પરિણામો લાવવા માટે ડેટા-આધારિત વ્યૂહરચનાઓ ઘડવા માટે બિઝનેસીસ સાથે નજીકથી કામ કરીએ છીએ. ઓનલાઈન એડવર્ટાઇઝિંગ કેમ્પેઇનને ઓપ્ટિમાઇઝ કરવાનું હોય, કન્વર્ઝન રેટ્સ સુધારવાનો હોય કે પછી ગ્રાહકની સંલગ્નતા વધારવાની હોય, અવાન્સ ટેક્નોલોજીસ સર્જનાત્મકતા, એનાલિટિક્સ અને ઉદ્યોગની શ્રેષ્ઠ પદ્ધતિઓના સંયોજનનો ઉપયોગ કરીને વ્યવસાયના વિકાસને વધારે છે.
અવાન્સ ટેક્નોલોજીસ એક વ્યૂહાત્મક ભાગીદાર તરીકે કામ કરે છે, જે વિકાસની તકો ઓળખવા, પડકારોને પહોંચી વળવા અને સતત વિકસતા માર્કેટપ્લેસમાં તેમના વિકાસના ઉદ્દેશો હાંસલ કરવા માટે વ્યવસાયો સાથે હાથ મિલાવીને કામ કરે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)