બજાજ ફિનસર્વનો Q1 નફો 10% વધી રૂ. 2138 કરોડ
અમદાવાદ, 24 જુલાઇઃ બજાજ ફિનસર્વ લિમિટેડે નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તેનો ચોખ્ખો નફો 10 ટકા વધીને રૂ. 2,138 કરોડ નોંધાવ્યો હતો. કંપનીની કુલ કોન્સોલિડેટેડ આવક વાર્ષિક ધોરણે 35 ટકા વધીને રૂ. 31,480 કરોડ થઈ છે.
અગાઉ, તેના Q1 બિઝનેસ અપડેટમાં, બજાજ ફાઇનાન્સે જણાવ્યું હતું કે તેની નવી લોન ક્વાર્ટર દરમિયાન 10 ટકા વધીને 1.1 કરોડ બુકિંગ થઈ છે. ક્વાર્ટરના અંતે એસેટ્સ અંડર મેનેજમેન્ટ વાર્ષિક ધોરણે 31 ટકા વધીને રૂ. 3.5 લાખ કરોડ થઈ છે. ડિપોઝિટ બુક પણ જૂનમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં 26 ટકા વધીને રૂ. 62,750 કરોડ થઈ હતી.ગ્રોસ એનપીએ અને ચોખ્ખી એનપીએ અનુક્રમે 1.09 ટકા અને 0.39 ટકાની સરખામણીમાં 1.06 ટકા અને 0.47 ટકા હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)