બરોડા BNP પરિબા મલ્ટી એસેટ ફંડનો NFO 12 ડિસેમ્બરે બંધ થશે
NFO ખૂલશે 28મી નવેમ્બરે અને 12 ડિસેમ્બરે બંધ થશે
ફંડ ઇક્વિટી, ફિક્સ્ડ ઇન્કમ અને સોનાના ઇટીએફમાં એમ સંયુક્ત રીતે રોકાણ કરશે
ઓછામાં ઓછી રોકાણની રકમ રૂ.5,000 અને ત્યારબાદ તેના 1 ગુણાંકમાં
મુંબઈ: બરોડા BNP પરિબા મ્યુચ્યુઅલ ફંડના બરોડા BNP પરિબા મલ્ટી એસેટ ફંડનો એનએફઓ તા. 28 નવેમ્બરે ખૂલ્યો છે. જે 12 ડિસેમ્બરના રોજ બંધ થશે. આ ફંડ એક ઓપન- એન્ડેડ યોજના છે. જે ઇક્વિટી, ડેટ અને ગોલ્ડ ઇટીએફ સ્કીમમાં રોકાણ કરશે. આ ફંડ દ્વારા નિફ્ટી 500 ટીઆરઆઇપ્લસના 65 ટકા, નિફ્ટી કમ્પોસાઈટ ડેટ ઇન્ડેક્સના 20 ટકા અને સોનાની રૂપિયાની કિંમતના 15ની તુલના સામે બેન્ચમાર્ક કરવામાં આવશે.
ઇક્વિટીમાં 65થી 80 ટકાની વચ્ચે ફાળવણીની રેન્જ, ફિક્સ્ડ આવક અને સોનાની ઇટીએફમાં 10-25 ટકા જેટલી ફાળવણી તથા દરેકની સાથે આરઇઆઇટી અને આઇએવીઆઇટીના યુનિટમાં 10 ટકા સુધીના રોકાણ દ્વારા આ યોજનાના રોકાણનો હેતુ લાંબાગાળાની મૂડીની વૃદ્ધિ છે. આ ફંડમાં ઇક્વિટી, ફિક્સ્ડ આવક અને સોનાના ઇટીએફની સંયુક્ત શક્તિ છે, જે એક અલગ જ એસેટની ફાળવણી આધારીત પોર્ટફોલિયો નીતિ ઓફર કરે છે, જેનો હેતુ વિકાસમાં વૃદ્ધિ અને નકારાત્મક વાતાવરણમાં રક્ષણ આપવાનો છે.
આ ફંડનો હેતુ સમગ્ર શ્રેણીમાં વૈવિધ્યસભર ફાળવણી સાથે લગભગ 45-55 સ્ટોક્સ હોલ્ડિંગમાં સંશોધન દ્વારા મલ્ટીકેપ રોકાણને અનુસરવાનો છે. જ્યારે ફિક્સ્ડ આવકની વાત આવે ત્યારે ફંડએ પ્રમાણમાં ઓછા ક્રેડિટ જોખમો સાથે આવક પેદા કરવા માટે ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટના ઉચ્ચ-ગુણવત્તાવાળા પોર્ટફોલિયોમાં રોકાણ કરવા ઇચ્છે છે. ફંડએ ગોલ્ડ ઇટીએફમાં રોકાણ દ્વારા સોના તરફ એક્સપોઝરની માંગ કરશે. આ NFO 28મી નવેમ્બર, 2022ના રોજ ખૂલશે અને 12 ડિસેમ્બર, 2022ના રોજ બંધ થશે.