અમદાવાદ, 7 મેઃ બેલસ્ટાર માઇક્રોફાઇનાન્સ લિમિટેડે SEBI સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“ડીઆરએચપી”) ફાઇલ કર્યું છે.કંપની માઇક્રો ઇન્ટરપ્રાઇઝ, સ્મોલ એન્ટરપ્રાઇઝ, કન્ઝ્યુમર ગુડ્સ, ફેસ્ટિવલ, એજ્યુકેશન અને ઇમર્જન્સી લોન જેવી વિવિધ શ્રેણીની લોન પ્રોડક્ટ્સ ઓફર કરે છે.

કંપની રૂરૂ. 1,300 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સ (પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના)ના IPO દ્વારા ફંડ એકત્રિત કરવાની યોજના ધરાવે છે.કુલ ઓફર સાઇઝમાં (1) રૂ. 10,000 મિલિયન (રૂ. 1,000 કરોડ)ના મૂલ્યના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”) અને (2) રૂ. 3,000 મિલિયન (રૂ. 300 કરોડ) સુધીના ઇક્વિટી શેર્સના વેચાણની ઓફર (“ઓફર ફોર સેલ”)નો સમાવેશ થાય છે.કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી આવકનો ઉપયોગ નાણાંકીય વર્ષ 2025માં અંદાજિત રૂ. 7,600 મિલિયન (રૂ. 760 કરોડ)ના ઓનવર્ડ લેન્ડિંગ માટે ભાવિ મૂડી જરૂરિયાતો સંતોષવા તેમજ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની દરખાસ્ત કરે છે (“ઓફરનો હેતુ”).

ઓફર ફોર સેલમાં એમએજે ઇન્વેસ્ટ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ફંડ 2 કે/એસ દ્વારા રૂ. 1,750 મિલિયન (રૂ. 175 કરોડ) સુધીના, અરૂણ હોલ્ડિંગ્સ લિમિટેડ દ્વારા રૂ. 970 મિલિયન (રૂ. 97 કરોડ) સુધીના અને ઓગસ્ટા ઇન્વેસ્ટમેન્ટ્સ ઝીરો પીટીઈ લિમિટેડ દ્વારા રૂ. 280 મિલિયન (રૂ. 28 કરોડ) (“ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર”) સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે (“સંયુક્તપણે સેલિંગ શેરહોલ્ડર્સ”).

આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, એચડીએફસી બેંક લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ IPO ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)