મુંબઈ: મહારત્ન અને ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCLએ જમ્મુમાં ભારતીય સેના માટે લૉ સ્મોક સુપરિયર કેરોસીન ઓઇલ (SKO)નો પુરવઠો પૂરો પાડવાની શરૂઆત કરી છે. BPCLસેનાને નવા LSLA ગ્રેડSKOનો પુરવઠો શરૂ કરનારી પ્રથમ ઓએમસી બની છે, જે લાંબા ગાળે પર્યાવરણમાં સુધારો કરશે તથા SKOના ઉપયોગમાં ધુમાડા અને ગંધ સાથે સંબંધિત સમસ્યાઓ દૂર કરશે. વેત્સા રામક્રિષ્ના ગુપ્તા, ડિરેક્ટર (ફાઇનાન્સ), સીએન્ડએમડીની વધારાની જવાબદારી સાથે અને ડિરેક્ટર (એચઆર) એચપીસીએલએ સેના સાથે BPCLના જોડાણ પર પ્રકાશ ફેંક્યો હતો. અત્યારે BPCLભારતીય સેનામાં આશરે 16 ટકા હિસ્સો ધરાવે છે, દર વર્ષે લગભગ 70 TKL પુરવઠો પૂરો પાડે છે અને BPCLએ મુખ્ય પ્રવૃત્તિઓ હાથ ધરવા ઉપરાંત વ્યૂહાત્મક સ્થાનો પર 100 ઉપભોક્તા પમ્પ અને સ્કેટર્ડ સ્ટોરેજ લોકેશન્સની જોગવાઈ કરવા ભારતીય સેના સાથે જોડાણ કર્યું છે. પ્રોડક્ટની ઇનોવેશન પ્રક્રિયા દરમિયાન મુંબઈ રિફાઇનરી અને કોર્પોરેટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર (સીઆરડીસી – કોર્પોરેટ સંશોધન અને વિકાસ કેન્દ્ર) સાથે જોડાણમાં BPCLનું ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કમર્શિયલ (આઇએન્ડસી) SBUસ્મોક પોઇન્ટ અને એરોમેટિક કન્ટેન્ટ સાથે સંબંધિત ટેઇલર્ડ માપદંડો સાથે અપગ્રેડ કરેલું SKOઓફર કરે છે તથા કરુ (લેહ-લડાખ) અને ગંગટોકમાં ફિલ્ડ પરીક્ષણો હાથ ધર્યા છે.