ભારતપેએ ભારતપે વન લોન્ચ કર્યુ ઓલ-ઇન-વન પેમેન્ટ ડિવાઇસ
નવી દિલ્હી, 25 એપ્રિલ:ભારતપેએ ઓલ-ઇન-વન પેમેન્ટ પ્રોડક્ટ ભારતપે વન લોન્ચ કર્યાની જાહેરાત કરી છે જે પીઓએસ, ક્યુઆર અને સ્પીકરને એક જ ડિવાઇસમાં ઇન્ટિગ્રેટ કરે છે. આ નવીનતમ પ્રોડક્ટ ડાયનેમિક અને સ્ટેટિક ક્યુઆર કોડ, ટેપ-એન્ડ-પે અને વિવિધ ડેબિટ તથા ક્રેડિટ કાર્ડ્સ પર પરંપરાગત કાર્ડ પેમેન્ટ વિકલ્પો સહિત વર્સેટાઇલ પેમેન્ટ સ્વીકૃતિ વિકલ્પો ઓફર કરે છે. કંપની પહેલા તબક્કે 100થી વધુ શહેરોમાં પ્રોડક્ટને લોન્ચ કરવાની યોજના ધરાવે છે. તે આગામી છ મહિનાના ગાળામાં 450થી વધુ શહેરોમાં લઈ જશે.
હાઇ-ડેફિનિશન ટચસ્ક્રીન ડિસ્પ્લે, 4જી અને વાઇ-ફાઇ કનેક્ટિવિટી તેમજ લેટેસ્ટ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમથી સજ્જ ભારતપે વન ઉચ્ચ પર્ફોર્મન્સ અને સિક્યોરિટી પૂરી પાડે છે. યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ, પોર્ટેબલ ડિઝાઇન અને વ્યાપક ટ્રાન્ઝેક્શન ડેશબોર્ડ્સ સાથે ભારતપે વન ઓફલાઇન મર્ચન્ટ્સની વિવિધ જરૂરિયાતો સંતોષે છે.
ભારતપેના સીઈઓ નલિન નેગીએ જણાવ્યું હતું કે ભારતપે મર્ચન્ટ-ફર્સ્ટ કંપની છે અને આ આધુનિક ડિવાઇસ ઓફલાઇન મર્ચન્ટ્સ માટે પ્રીફર્ડ પાર્ટનર બનવા માટે અમારી પ્રતિબદ્ધતા દર્શાવે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)