મંદીના માહોલ વચ્ચે વિશ્વના ધનિકોએ 109.20 લાખ કરોડ ગુમાવ્યા
- ટોચના 500 ધનવાનોની સંપત્તિ એક દિવસમાં 2 લાખ કરોડ ઘટી
- હાઈ નેટવર્થ ધરાવતા ધનિકોની સંખ્યામાં થઇ રહેલો વધારો
વિશ્વભરમાં મોંઘવારી, જિયોપોલિટિકલ ક્રાઈસિસના કારણે પારંપારિક રોકાણ બજારોથી માંડી આધુનિક (ક્રિપ્ટો) બજારોમાં સાર્વત્રિક મંદીના મંડરાણ વચ્ચે રોકાણકારોની અધધધ મૂડી ધોવાઈ ગઈ છે. વિશ્વના ટોચના 500 ધનિકોની સંપત્તિ રૂ. 109.2 લાખ કરોડ (1.4 લાખ કરોડ ડોલર) ઘટી છે. જેમાં સોમવારે મોટા કડાકા વચ્ચે રૂ. 2.02 લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, વૈશ્વિક નાણાકીય બજારો ઊંચા વ્યાજ દરો અને ફુગાવાની ભીતિ શેર બજારના રોકાણકારોની કમાણી માટે રોડા સમાન બની છે. ગતવર્ષે માર્કેટની તેજીમાં ઉત્તર અમેરિકામાં 13 ટકા સહિત વિશ્વની ટોચની નેટવર્થ ધરાવતા ધનિકોની સંખ્યા 8 ટકા વધી હતી. જ્યારે એશિયા-પેસિફિકમાં 4.2 ટકા વૃદ્ધિ જોવા મળી હતી.
રિપોર્ટમાં એ પણ પ્રકાશિત કરવામાં આવ્યું છે કે કેવી રીતે તમામ સ્તરે મહિલાઓને આગામી બે પેઢીઓમાં વૈશ્વિક સંપત્તિના 70% વારસામાં મળશે. ટેક કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સના આકાશ-ઉચ્ચ મૂલ્યોથી સર્જાયેલી જંગી સંપત્તિએ ક્રિપ્ટો સ્પેસ સહિત વધુ યુવાન અને સમૃદ્ધ વ્યક્તિઓને પણ જન્મ આપ્યો છે. અલબત્ત, તે ઝડપી ચઢાણ હવે સીઝ હેઠળ છે કારણ કે બિટકોઈન, ઈથર અને બાકીના ક્રિપ્ટો સ્પેસ ટમ્બલ્સ અને ટેક સ્ટાર્ટઅપ્સને લાગે છે કે નવી મૂડી ઊભી કરવી ઘણી વધુ ખર્ચાળ બનશે.
ટોપ -5 બિગેસ્ટ બિલિયોનર લૂઝર્સ
ટોચના પાંચ બિલિયોનર્સની સંપત્તિમાં આ વર્ષમાં સંયુક્ત રીતે 345 અબજ ડોલરનો ઘટાડો થઇ ગયો છે.
કોવિડ-19 મહામારીએ ધનિકોને વધુ ધનવાન બનાવ્યાં
કોવિડ-19 મહામારીના કારણે એક બાજુ સમગ્ર અર્થતંત્રની ગાડી થંભી ગઈ હતી. જ્યારે બીજી બાજુ શેર બજારોમાં તેજીના પગરણે ટોચના ધનિકો વધુ ધનવાન બન્યા હતા. જેનું ઉદાહરણ અદાણી ગ્રુપ છે. જેણે સંપત્તિ સર્જન સાથે દેશના ટોચના ધનિક મુકેશ અંબાણીને ઘણી વાર પાછળ પાડ્યા હતાં. યુએસ, જાપાન, ચીન અને જર્મની ટોચના દેશોમાં વિશ્વના 64% ધનિકો વસે છે.
2020માં રોકાણ અનેકગણુ વધ્યું
2020માં માર્ચ બાદ તેજીના માહોલમાં અનેકગણા વધુ રિટર્ન સાથે લોકોની રોકાણ સંપત્તિમાં 9.6 ટકાનો વધારો થયો હતો. સરેરાશ 10 લાખનું રોકાણ કરનારની સંપત્તિ 5 ગણી વધી 50 લાખ થઈ હતી.