ITC, RILની આગેવાની હેઠળ સેન્સેક્સની 19 સ્ક્રીપ્સ સુધરી, માર્કેટબ્રેડ્થ નેગેટિવ!! બ્રોકરેજ હાઉસનો ITC, RILમાં BUY કોલ
સેન્સેક્સમાં 600 પોઇન્ટનો બાઉન્સબેક, નિફ્ટીએ 17900 પોઇન્ટની સપાટી કૂદાવી
અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં અચાનક બાઉન્સબેક સાથે સેન્સેક્સ 600 પોઇન્ટ ઉછળ્યો છે. જ્યારે નિફ્ટીએ 17900 પોઇન્ટની સપાટી કૂદાવી છે. સેન્સેક્સ પેકમાં સૌથી વધુ ઉછાળો આઇટીસી અને રિલાયન્સમાં જોવા મળ્યો હતો. આઇટીસી ઇન્ટ્રા-ડે રૂ.387.55ની સર્વોચ્ચ સપાટીએ આંબી ગયા બાદ છેલ્લે રૂ. 12.40 (3.31 ટકા)ના ઉછાળા સાથે રૂ. 386.50ની સપાટીએ બંધ રહ્યો હતો. તેજ રીતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં પણ ખાસ્સા સમય પછી સુધારાનો સળવળાટ જોવા મળ્યો છે. શેર છેલ્લે 2.35 ટકાના સુધારા સાથે રૂ. 2377.40ની સપાટીએ બંધ રહ્યો હતો.
આઇટીસીમાં સુધારા માટેના નક્કર કારણો
- સૌથી મહત્વનું કારણ બોનસ કેન્ડિડેટ છે, કંપનીએ તાજેતરમાં જ હેફ્ટી ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપની સેગ્મેન્ટ વાઇસ બિઝનેસ અલગ કરે તેવી શક્યતા છે. ટેકનો- ફન્ડામેન્ટલી મજબૂત સ્ટોક છે. જેણે ટેકનિકલી 355 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ સપાટીને જ હવે મજબૂત સપોર્ટ તરીકે બનાવી છે. બજાર પંડિતો, ટેકનિકલ નિષ્ણાતો આ શેરમાં લાંબાગાળે રૂ. 400- 450 સુધીની રેન્જની ભલામણ કરી રહ્યા છે.
વિગત | ખુલી | વધી | ઘટી | બંધ | સુધારો | સુધારો% |
ITC | 374.25 | 387.55 | 373.75 | 386.50 | 12.40 | 3.31 |
RIL | 2325.20 | 2381.00 | 2324.00 | 2377.40 | 54.65 | 2.35 |
રિલાયન્સમાં સુધારા માટેના નક્કર કારણો
- ડિસેમ્બરથી 14 ટકાનું કરેક્શન જોવા મળ્યા બાદ શેર તેની લોન્ગ ટર્મ એવરેજ કરતાં નીચો ચાલી રહ્યો હોવાથી તે 33%ની તેજી સાથે Rs 3,100ના ટાર્ગેટને સ્પર્શી શકે તેવું જેફરિઝે જણાવ્યું છે. કંપનીનો શેર હાલમાં 18 ગણા ફોરવર્ડ પીઈ મલ્ટિપલ પર ટ્રેડ થઈ રહ્યો છે, જે તેની લોન્ગ ટર્મ એવરેજથી ડિસ્કાઉન્ટમાં છે. FY24Eના 18 ટકાના અર્નિંગ ગ્રોથને ધ્યાનમાં લેતા હાલનો સ્ટોક ભારે આકર્ષક જણાય છે. જેફરીઝે રિલાયન્સના રિન્યૂએબલ બિઝનેસનું મૂલ્ય 28 અબજ ડોલર આંક્યું છે અને ₹3,100નો ટાર્ગેટ આપ્યો છે.
સેન્સેક્સ ઉપરમાં 61,102.74 અને નીચામાં 60,550.25 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 600.42 પોઈન્ટ્સ ઉછળીને 61032.26 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 17,954.55 અને 17,800.05 પોઈન્ટ્સની રેન્જમાં રહ્યા બાદ 158.95 પોઈન્ટ્સ બંધ રહ્યો હતો. જાન્યુઆરીમાં wpi ફુગાવાનો દર ગગડીને 4.73% નોંધાયો હતો જે, ડિસેમ્બરમાં 4.95 ટકા હતો. તે ઉપરાંત અમેરિકાના ફુગાવાના આંકડા પર પૂરા વિશ્વની હાલમાં નજર છે. વૈશ્વિક સ્તરે શેરબજારની ચાલ પણ તેના પર નિર્ભર છે. તેની પણ માર્કેટ ઉપર સાનુકૂળ અસર જોવા મળવા સાથે ભારતીય શેરબજારોમાં આજે તમામ સેક્ટર્સમાં ધીમા સુધારાની શરૂઆત જોવા મળી હતી.
માર્કેટ સેન્ટિમેન્ટ સુધારાનું બન્યું પરંતુ માર્કેટબ્રેડ્થ નેગેટિવ જ રહી…!!!
વિગત | કુલ | સુધર્યા | ઘટ્યા |
બીએસઇ | 3614 | 1255 | 2248 |
સેન્સેક્સ | 30 | 19 | 11 |
આઇટી- ટેકનોલોજી, મેટલ્સમાં મજબૂતાઇ
આઈટી, ટેકનો, મેટલ, એફએમસીજી, ફાઈનાન્શિયલ, બેન્ક, ટેલીકોમ અને એનર્જી શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી જ્યારે રિયલ્ટી, પાવર, ઓટો અને ફાર્મા શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.44 ટકા અને 0.61 ટકા ઘટીને બંધ રહ્યા હતા.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)