અમદાવાદ, 9 માર્ચઃ એજ્યુટેક સ્ટાર્ટઅપ કંપની Byju’s તેની પેટાકંપની આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ (Aakash Educational Services IPO)ના IPO પહેલા $25 કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. કંપની કન્વર્ટિબલ નોટ્સ જારી કરીને આ ફંડ એકત્ર કરી રહી છે. આ નોટ્સ ખરીદનારા રોકાણકારોને આઈપીઓ પછી નોટ્સના બદલામાં શેર આપવામાં આવશે અને આ માટે તેમને શેરની લિસ્ટિંગ કિંમત પર 20 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. કંપનીએ ગયા વર્ષના અંતમાં આકાશના IPO માટે એરેન્જર્સ પસંદ કરવા માટે બેન્કર્સ સાથે વાતચીત શરૂ કરી હતી. જોકે, આ અંગે બાયજુના પ્રતિનિધિએ આ વિશે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. બાયજુએ 2021માં ત્રણ દાયકા જૂના આકાશને લગભગ $950 મિલિયનમાં હસ્તગત કર્યું હતું.