વાણિજ્ય સચિવે જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ માટે ટાસ્ક ફોર્સની રચના અંગે ચર્ચા કરી
મુંબઇ, 17 સપ્ટેમ્બર: જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને દૂર કરવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલાંના ભાગરૂપે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વાણિજ્ય સચિવ સુનીલ બર્થવાલે મુંબઈમાં GJEPCની મુખ્ય કચેરીની તેમની મુલાકાત દરમિયાન ટાસ્ક ફોર્સની રચનાનો પ્રસ્તાવ મૂક્યો હતો. 14 સપ્ટેમ્બરના રોજ, આ પહેલ ટેક્સટાઇલ ક્ષેત્ર માટે સરકાર દ્વારા રચવામાં આવેલી ટાસ્ક ફોર્સ સમાન છે.
ચર્ચા દરમિયાન, GJEPC અને BDBના અધ્યક્ષે નિકાસને મજબૂત કરવા અને ઝવેરાતના ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ભારતની સ્થિતિને મજબૂત કરવા માટે પ્રભાવશાળી નીતિ, રોકડની ઉપલબ્ધતા અને અનુકૂળ વ્યવસાયિક વાતાવરણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ સમસ્યાઓનું મુખ્ય કારણ હતું, ભૌગોલિક રાજકીય તણાવ અને આર્થિક પડકારોને કારણે યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન અને પશ્ચિમ એશિયા જેવા મુખ્ય બજારોમાં નબળી માંગ. આ ઉદ્યોગ હાલમાં મોંઘવારી, વધતા વ્યાજ દરો અને ચાલી રહેલા બે સંઘર્ષોની અસર સહીત વૈશ્વિક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. વધુમાં, રશિયા પરના પ્રતિબંધોએ રફ ડાયમંડના પુરવઠામાં સમસ્યાઓ ઉભી કરી છે, જેનાથી ભારતના કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ પર વધુ અસર પડી છે.
MOC અને I ના વાણિજ્ય સચિવ, સુનિલ બર્થવાલે જણાવ્યું હતું કે, “આ ઉદ્યોગ પડકારોનો સામનો કરી રહ્યો હોવાથી હવે સરકાર માટે પગલાં લેવા અને સમર્થન આપવાનો સમય છે. ટેક્સટાઇલ ક્ષેત્ર માટે બનાવવામાં આવેલ ટાસ્ક ફોર્સ સમાન એક ટાસ્ક ફોર્સની રચના, આ પડકારોને ઓળખવામાં અને તેનો ઉકેલ લાવવા, વ્યવસાયો માટે વધુ સાનુકૂળ વાતાવરણ બનાવવામાં અને ભારતની નિકાસની વૃદ્ધિમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.”
GJEPCના અધ્યક્ષ વિપુલ શાહે વાણિજ્ય સચિવને કટ અને પોલિશ્ડ હીરાની આયાત અને નિકાસ માટે ક્રેડિટનો સમયગાળો આગામી 180 થી 365 દિવસ સુધી લંબાવવા, તમામ નિકાસકારોને આવરી લેવા માટે વ્યાજ સમાનતા યોજનાને વિસ્તારવા અને શિપમેન્ટ પહેલાં અને પછીની ક્રેડિટ શરતોને 180 દિવસ સુધી લંબાવવા સહીત અનેક નીતિવિષયક પગલાં પર વિચાર કરવા વિનંતી કરી હતી.
વધુમાં, GJEPCએ ઈન્ક્યુબેશન-કમ-ટેસ્ટિંગ સેન્ટર, એક્સપોર્ટ પ્રમોશન-કમ-ડિસ્પ્લે સેન્ટર અને સેન્ટ્રલ લોજિસ્ટિક્સ હબના વિકાસમાં મદદ માટે TIES યોજના હેઠળના ભંડોળ સાથે ઈન્ડિયા જ્વેલરી પાર્ક મુંબઈ (IJPM) માટે સરકારી સમર્થનની વિનંતી કરી હતી.