અમદાવાદ, 20 જૂનઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ, મ્યુચ્યુઅલ ફંડ્સ સહિતના ઇન્સ્ટિટ્યુટ્સની ખરીદીના રડારમાં છેલ્લા પાંચ માસથી એચડીએફસી બેન્કનો શેર ફીટ થઇ ગયો છે. મ્યુચ્યુઅલ ફંડ્સે મે માસમાં રૂ. 7600 કરોડના શેર્સ ખરીદ્યા હતા.  તો એપ્રિલમાં રૂ. 1,890 કરોડના, માર્ચમાં રૂ. 4,600 કરોડ, ફેબ્રુઆરીમાં રૂ. 8,432 કરોડ અને જાન્યુઆરીમાં આશરે રૂ. 12,884 કરોડના શેર્સની ખરીદી કરી હતી. ACE ઇક્વિટીઝના ડેટા અનુસાર, આ શેરનું મૂલ્ય એક મહિના અગાઉ રૂ. 2.23 લાખ કરોડથી વધીને રૂ. 2.32 લાખ કરોડ થયું છે.

એચડીએફસી બેંકમાં એક્સ્પોઝર ધરાવતા 41 મ્યુચ્યુઅલ ફંડોમાંથી 26 મ્યુચ્યુઅલ ફંડોએ મે મહિનામાં તેમના હોલ્ડિંગમાં વધારો કર્યો હતો, જ્યારે 14 મ્યુચ્યુઅલ ફંડોએ તેમના હિસ્સો સાધારણ ઘટાડવાનું  ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડે રૂ. 2,669 કરોડની સૌથી વધુ ખરીદી કરી હતી, ત્યારબાદ આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ અને એક્સિસ મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ અનુક્રમે રૂ. 2,210 કરોડ અને રૂ. 982 કરોડનું હતું. વધુ મહત્ત્વની વાત એ છે કે, મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા HDFC બેન્કના શેરની ખરીદીનો આ સતત પાંચમો મહિનો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)