CORPORATE/ BUSINESS NEWS
ICICI બેંકે રુપે ક્રેડિટ કાર્ડ્સ પ્રસ્તુત કરવા NPCI સાથે જોડાણ કર્યું
મુંબઈ: ICICI બેંકે સ્વદેશી પેમેન્ટ્સ નેટવર્ક રુપે પર ક્રેડિટ કાર્ડ્સની રેન્જ પ્રસ્તુત કરવા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) સાથે જોડાણ કર્યું છે. ICICI બેંક રુપે ક્રેડિટ કાર્ડ બેંકની જેમસ્ટોન સીરિઝના કોરલ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે, જે પછી ટૂંક સમયમાં રુબીએક્સ અને સેફાયરો વેરિઅન્ટ્સ પ્રસ્તુત થશે. ICICI બેંક કોરલ રુપે ક્રેડિટ કાર્ડ નામનું કોન્ટેક્ટલેસ કાર્ડ ખરીદી અને રેસ્ટોરાં જેવી રોજિંદા ખરીદી, યુટિલિટી બિલ્સની ચુકવણી, પૂરક સ્થાનિક એરપોર્ટ અને રેલવે લોંજ સુલભતા, ફ્યુઅલ સરચાર્જની માફી, મૂવી ટિકિટ અને ડાઇનિંગ પર ડિસ્કાઉન્ટ વગેરે પર રિવોર્ડ પોઇન્ટ સામેલ છે. કાર્ડ કાર્ડધારકને રુપે નેટવર્કના એક્સિડન્ટ વીમાકવચ અને સમર્પિત પર્સનલ કન્સિઅર્જ સર્વિસીસ જેવા વિશિષ્ટ ફાયદા પણ ઓફર કરે છે. તેવું ICICI બેંકના ક્રેડિટ કાર્ડ્સ, પેમેન્ટ સોલ્યુશન્સ અને મર્ચન્ટ ઇકોસિસ્ટમના હેડ સુદિપ્તા રૉયએ કહ્યું હતું.
મહિન્દ્રા ફાઇનાન્સે CIRF સાથે જોડાણ કર્યું
મુંબઈ: મહિન્દ્રા ગ્રૂપની નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ)એ સીઆરઆઇએફ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ (સીઆરઆઇએફ) સાથે જોડાણ કર્યું છે, જેનો આશય લોન મેળવવા ઇચ્છતાં ગ્રાહકો માટે ઓન બોર્ડ આવવાનો અનુભવ પ્રદાન કરવાનો છે. આ જોડાણ દ્વારા મહિન્દ્રા ફાઇનાન્સ હવે ઓટોમેટેડ નિર્ણય લેવા ઉપયોગી પ્લેટફોર્મ સ્ટ્રેટેજીવનનો ઉપયોગ કરશે – જે સીઆરઆઇએફ દ્વારા પ્રદાન કરેલું ફોરેસ્ટર રેટેડ એન્ટરપ્રાઇઝ બિઝનેસ રુલ્સ એન્જિન છે – જેથી વિવિધ રિટેલ એસેટ પ્રોડક્ટ રેન્જમાં જુદી જુદી ચેનલ્સમાં એના કસ્ટમર એક્વિઝિશન સાથે સંકલન કરી શકાય. આ જોડાણ ઓટોમેશન અને જોખમના વિશ્લેષણનો સમન્વય કરીને લોન મંજૂર કરવાના નિર્ણયોની ઝડપથી સુવિધા આપશે એવી અપેક્ષા છે તેવું મહિન્દ્રા ફાઇનાન્સના વીસી અને એમડી રમેશ ઐયરે કહ્યું હતું. આ સંપૂર્ણ સોલ્યુશન ક્લાઉડ-આધારિત ઓફર તરીકે વ્યક્તિગત અને ઓનલાઇન ચેનલ્સ એમ બંનેમાં ઝડપી મંજૂરીમાં પરિણમશે. ક્રેડિટ બ્યૂરો સાથે સર્વાંગી અને સઘન જોડાણ મુખ્ય એજન્ડા છે.
L&t ટેકનોલોજીએ BMW પાસેથી 5-વર્ષની ડીલ મેળવી
નવી દિલ્હી: એન્જિનીયરિંગ સર્વિસીસ કંપની એલએન્ડટી ટેકનોલોજી સર્વિસીસ લિમિટેડ (BSE: 540115, NSE: LTTS)એ યુરોપિયન લક્ઝરી વ્હિકલ નિર્માતા બીએમડબલ્યુ ગ્રૂપ પાસેથી 5 વર્ષ, મલ્ટિ-મિલિયન-ડોલર ડીલ મેળવી છે, જેનો આશય કંપનીના હાઇબ્રિડ વાહનોના એના ફેમિલી માટે ઇન્ફોટેઇન્મેન્ટ કોન્સોલ્સના સ્યૂટ માટે ઉચ્ચ સ્તરીય એન્જિનીયરિંગ સેવાઓ પ્રદાન કરવાનો છે. એલટીટીએસની એન્જિનીયર્સની ટીમ સોફ્ટવેર નિર્માણ અને ઇન્ટિગ્રેશન, ઇન્ફોટેઇન્મેન્ટ વેલિડેશન અને ખામીઓ દૂર કરવાના ક્ષેત્રોમાં સેવાઓ પૂરી પાડશે. એલટીટીએસ હાલ નીયર શોર સેન્ટર ધરાવે છે, જે બીએમડબલ્યુ ગ્રૂપ અને એના હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વાહનોના ફેમિલીની ઇન્ફોટેઇન્મેન્ટ કોન્સોલ્સના સ્યૂટ માટે એન્જિનીયરિંગ અને આરએન્ડડી સેવાઓ પ્રદાન કરે છે. બીએમડબલ્યુ ગ્રૂપના કેમ્પસની નિકટતા એલટીટીએસના એન્જિનીયર્સને વિવિધ પ્રકારના સમાધાનો પર કામ કરવા અને રિયલ ટાઇમમાં સેવાઓ પૂરી પાડવા સક્ષમ બનાવશે.