મુક્તા A2 સિનેમા ૬ નવી સ્ક્રીન્સ સાથે અમદાવાદમાં લક્ઝરી સિગ્નેચર સિનેમા શરૂ કરશે

અમદાવાદ: ભારતની સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી સિનેમા ચેઈન મુક્તા A2 સિનેમા ૬ સ્ક્રિન crème de la crème સાથે તેની ઉપસ્થિતિમાં વૃદ્ધિ અને વિસ્તરણ કરવા માટે સજ્જ છે. મુક્તા A2 સિનેમા ગુજરાતમાં અમદાવાદ ખાતે ૫૪૭ દર્શકોને સમાવી શકે તેવી ૬ સ્ક્રીન્સની સાથે તેની સિગ્નેચર પ્રોપર્ટી શરૂ કરશે. આ પ્રોપર્ટીમાં હાર્કનેસ ૩ડી સ્ક્રીન્સ, ૨કે- લેઝર પ્રોજેક્ટર અને સરાઉન્ડ સાઉન્ડનો ઉમેરો થાય છે. આ નવી પ્રોપર્ટી લાઉન્જર બેડ્સ, રીક્લાઈનર્સ અને સોફા સાથેની બેઠક વ્યવસ્થા સાથે છે. તેમાં વિશેષરૂપે તૈયાર કરેલી ખાદ્ય વાનગીઓ અને પીણાંના વિકલ્પો પણ રહેશે. મુક્તા આર્ટ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ પુરીએ જણાવ્યું કે, અમદાવાદમાં રીટેઈલ પાર્ક ખાતે અમારી બીજી પ્રોપર્ટી શરૂ કરવા તત્પર છીએ. રીક્લાઈનર અને સોફાથી સજ્જ ૫૪૭ વૈભવી બેઠકો સાથેની અમારી ૬ સ્ક્રીન પ્રોપર્ટી, ડોલ્બી એટ્મોસ સાઉન્ડ સીસ્ટમ, 2K પ્રોજેક્શન અને લેઝર પ્રોજેક્ટર અને હાર્ડનેસ સ્ક્રીન્સને તૈયાર કરવામાં આવેલ છે. મુક્તા A2 સિનેમાના સીઓઓ સ્વસ્તિક લેલેએ જણાવ્યું કે બોપલમાં ટીઆરપી ખાતે ૬ સ્ક્રીન પ્રોપર્ટી શરૂ કરીને મુક્તા A2 સિનેમા પાસે ૧૬ ઓપરેશનલ સ્ક્રીન રહેશે અને તેમાં ૬ નો ભવિષ્યમાં ઉમેરો થશે.

એસ્સાર ઓઇલ યુકેએ વર્ટેક્સ હાઇડ્રોજન સાથે ઓફટેક સમજૂતી કરી

સ્ટેનલૉ: એસ્સાર ઓઇલ યુકે લિમિટેડ (એસ્સાર)એ 280 મેગાવોટ+ હાઇડ્રોજનના પુરવઠા માટે વર્ટેક્સ હાઇડ્રોજન (વર્ટેક્સ) સાથે ‘હેડ્સ ઓફ ટર્મ્સ’ ઓફટેક સમજૂતી કરી છે. પછી હાઇડ્રોજનનો ઉપયોગ એસ્સારની હાલની ઉત્પાદન સુવિધાઓને કાર્બનમુક્ત કરવામાં મદદ કરવા થશે, જેમાં નવું હાઇડ્રોજન પાવર્ડ ફર્નેસ સામેલ છે, જે ચાલુ વર્ષે ઓગસ્ટમાં પ્રાપ્ત થયું હતું. એસ્સાર અને પ્રોગ્રેસિવ એનર્જી વચ્ચે સંયુક્ત સાહસ વર્ટેક્સ યુકેમાં પ્રથમ મોટા પાયાનું, લૉ કાર્બન હાઇડ્રોજન ઉત્પાદન કેન્દ્ર વિકસાવી રહી છે, જે હાયનેટ કન્સોર્ટિયમનો ભાગ છે. આ 1 ગીગાવોટ હાઇડ્રોજન (યુકેના લિવરપૂલ જેવા મોટા શહેરના ઊર્જાના વપરાશને સમકક્ષ)નું ઉત્પાદન કરશે અને દર વર્ષે 1.8 મિલિયન ટન કાર્બનને જકડશે. વર્ષ 2030 સુધીમાં વર્ટેક્સને આશરે 4 ગીગાવોટ લૉ કાર્બન હાઇડ્રોજન પ્રદાન કરવાની અપેક્ષા છે, જે યુકે સરકારના રાષ્ટ્રીય લક્ષ્યાંકના 40 ટકાને સમકક્ષ છે. એસ્સાર ઊર્જાદક્ષતા, કાર્બનનું ઓછું ઉત્સર્જન કરતી ઊર્જા તથા કાર્બનને જકડી અને સંગ્રહ કરવાની પહેલોમાં 1 અબજ પાઉન્ડનું રોકાણ કરવાની યોજનાના ભાગરૂપે આ બંને પ્રોજેક્ટ એની ઉત્પાદન પ્રક્રિયાઓના કાર્બનમુક્ત કરવા અને યુકેને કાર્બનનું ઓછું ઉત્સર્જન કરવા એસ્સારને મોખરે રાખવા માટે ડિઝાઇન કર્યા છે.