Matter (મેટર) દ્વારા TechDay નું આયોજન: નવી ટેક્નોલોજી E મોટરસાઇકલને પાવર આપવા માટે તૈયાર

અમદાવાદ: ટેક્નોલોજી સ્ટાર્ટ-અપ, Matter(મેટર)એ કેપિટલ ઇન્ક્યુબેશન ઇનસાઇટ્સ એવરીથિંગ (CIIE.Co) ખાતે ભારત અને વિશ્વ માટે ઇન-હાઉસ બિલ્ટ ટેક્નોલોજીનું નિદર્શન કરતા તેના પ્રથમ TechDay(ટેકડે)નું આયોજન કર્યું હતું. નવી ટેક્નોલોજી અને નવીનતાઓ આગામી ઈલેક્ટ્રિક મોટરસાઈકલને નવેમ્બર-2022માં લોન્ચ કરશે. મેટર એ 100+ વધુ આઈપી બનાવ્યા છે જેમાં 35+ પેટન્ટ એપ્લિકેશન્સ, 15+ ઔદ્યોગિક ડિઝાઇન એપ્લિકેશન્સ અને 60+ ટ્રેડમાર્ક્સનો સમાવેશ થાય છે. કંપની પાસે પાવરટ્રેન, કંટ્રોલ્સ, પાવર ઇલેક્ટ્રોનિક્સ અને વાહન એન્જિનિયરિંગ સહિતના તમામ વાહન ડોમેન્સમાં મજબૂત પેટન્ટ પાઇપલાઇનમાં છે. Matter(મેટર)ના સ્થાપક અને ગ્રુપ CEO મોહલ લાલભાઈએ જણાવ્યું કે, અમારી આવનારી ઈલેક્ટ્રિક મોટરસાઈકલ એક એવી પ્રોડક્ટ છે જે ઘરની અંદર વિકસિત કોર ટેક્નોલોજી પર બનેલી છે.

ઝેગ્ગલે ઝેકી યસપે ઓન-ધ-ગો કી ફોબ પ્રસ્તુત કર્યું

મુંબઈ: ઝેગ્ગલએ આજે ઝેકી યસપે રુપે ઓન-ધ-ગો નામનું કી ફોબ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી, જે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા પાવર્ડ રુપે નેટવર્ક પર યસ બેંક સાથે જોડાણમાં પ્રસ્તુત કર્યું છે. ઝેકી યસપે રુપે ઓન-ધ-ગો વેરેબ્લ એક પ્રીપેઇડ ડિવાઇઝ છે, જે એ રીતે બનાવવામાં આવ્યું છે કે, એનો એને ધારણ કરનાર યુઝર્સના રોજિંદી જીવનમાં સરળતાપૂર્વક સ્વીકાર થઈ શકશે. કી ફોબ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવા ડિઝાઇન કરેલું છે ખાસિયતો સાથે સજ્જ છે જેમકે, કેશલેસ અને કોન્ટેક્ટલેસ પેમેન્ટ ડિજિટલી કરે છે. આ વેરેબ્લ ધારણ કરનાર/યુઝરને ઝેગ્ગલ એપ પર રિયલ-ટાઇમ આધારે નાણાકીય વ્યવહારો પર નજર રાખવામાં મદદ કરે છે. યુઝર્સ જરૂર પડે તો કી ફોબ સર્વિસને લોક/અનલોક કરી શકે છે, વેરેબ્લ ખોવાઈ જાય તો કાયમ માટે ડિવાઇઝ બ્લોક થઈ શકશે. આ યુઝરને ઝેગ્ગલ એપનો ઉપયોગ કરીને ઓનલાઇન નાણાકીય વ્યવહારો, પીઓએસ વ્યવહારો, પીઓએસ પિન સેટ કરવા સહિત અનેબલ/ડિસેબલ કરવાની સુવિધા આપે છે. રૂ. 5,000 સુધીના નાણાકીય વ્યવહારો માટે ટેપ-એન્ડ-ગો ફીચર પર પિનની જરૂર નહીં

વેદાંતા રિન્યુએબલ એનર્જીમાં 10 વર્ષમાં 5 અબજ ડોલરનું રોકાણ કરશે, સંસાધનો 1 ગીગાવોટ સુધી વધાર્યા

મુંબઈ: વેદાંતા લિમિટેડ 1 ગીગાવોટ સુધી એનાં રિન્યુએબલ ઊર્જાના સંસાધનો વધારી રહી છે, જેથી એની કામગીરીને ગ્રીન એનર્જી તરફ દોરી શકાય. વેદાંતાએ આગામી 10 વર્ષમાં 5 અબજ ડોલરનું રોકાણ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે, જેથી નેટ-ઝીરો કામગીરીઓ તરફ પરિવર્તનને વેગ આપી શકાય. કંપનીએ વધુ 500 મેગાવોટ રિન્યુએબલ ઊર્જા માટે એક્સપ્રેસ્સન ઓફ ઇન્ટરેસ્ટ (ઇઓઆઇ) મંગાવ્યા હતા. વેદાંતાએ વર્ષ 2030 સુધીમાં એની કામગીરી માટે 2.5 ગીગાવોટ રિન્યુએબલ ઊર્જા હાંસલ કરવા લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. કંપનીએ પ્રતિષ્ઠિત, અનુભવી અને નાણાકીય રીતે મજબૂત કંપનીઓને તેમના એક્સપ્રેસ્સન ઓફ ઇન્ટરેસ્ટ (ઇઓઆઇ) સબમિટ કરવા આમંત્રણ આપ્યું છે, જેથી રાજસ્થાન, છત્તિસગઢ અને ઓડિશામાં સ્થિત એની ઉત્પાદન સુવિધાઓને હાઇબ્રિડ રિન્યુએબલ ઊર્જાનો પુરવઠો પ્રાપ્ત થાય.