અમેરિકન ક્રિપ્ટો એક્સચેન્જ કોઈનબેઝએ ભારતમાંથી વાવાટા સંકેલ્યા છે. આરબીઆઈએ કોઈનબેઝની યુપીઆઈ આધારિત સેવાઓ પર પ્રતિબંધ લાદવા સાથે પ્રેશર વધારવાના કારણે આ સ્થિતિ સર્જાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. કોઇનબેઝના કોફાઉન્ડર અને સીઈઓ બ્રાયન આર્મસ્ટ્રોંગે જણાવ્યા અનુસાર, સરકારે એક્સચેન્જને ભારતની ઓનલાઈન રિટેલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા ક્રિપ્ટો ટ્રેડિંગ કરવા પર રોક મૂકી છે. જો કે, આશા છે કે ટૂંક સમયમાં RBI સાથે ચર્ચા કરી યોગ્ય ઉકેલ સાથે ફરી વેપાર શરૂ કરશે.

ટેરા નેટવર્કના પતનથી ક્રિપ્ટો ઇકોસિસ્ટમ ઉપર નકારાત્મક અસર

“ટેરા નેટવર્કના પતનથી સમગ્ર ક્રિપ્ટો ઇકોસિસ્ટમ પર રાતોરાત ભારે વોલેટિલિટી જોવા મળી છે. લુનાના એક્સપોઝર સાથે કેટલાક ક્રિપ્ટો ફંડ્સની સંભાવના, બહુવિધ ક્રિપ્ટો અસ્કયામતોમાં માર્જિન કૉલ્સ સાથે, કિંમતોમાં ઘટાડો થયો હતો. બોર્ડ મોટા પાયે વેચાણ-ઓફમાં પરિણમ્યું છે. 2022ના બાકીના સમયગાળા માટે દરમાં વધારો થવાનો અને જથ્થાત્મક ચુસ્તતા પૂરજોશમાં બહાર આવવાની તૈયારી સાથે, પ્રવર્તમાન મેક્રોઇકોનોમિક આઉટલૂક ઓછામાં ઓછા તાત્કાલિકથી મધ્યમ ગાળા માટે મંદીભર્યું દેખાય છે. બજાર કરેક્શન કદાચ નહીં હંમેશા નકારાત્મક હોવું જરૂરી છે – તે એસેટ વેલ્યુએશનને વાજબી સ્તરની નજીક પાછું લાવવામાં પરિણમે છે અને એવા વાતાવરણને ઉત્તેજન આપે છે જ્યાં માત્ર સૌથી વધુ મૂલ્ય-વૃદ્ધિકારક પ્રોજેક્ટ્સ પ્રચલિત હોય”

– CoinDCX રિસર્ચ ટીમ

મંદીના માહોલમાં સંસ્થાકીય રોકાણકારોએ રોકાણ વધાર્યુ

ક્રિપ્ટો માર્કેટમાં ઈન્ટ્રા ડે 50 ટકાનો કડાકો નોંધાતાની સાથે જ સંસ્થાકીય રોકાણકારોએ નીચા ભાવે ખરીદી વધારી છે. A16z, કોટ્યુ, ડેપર્સ ફ્લો બ્લોકચેઈન યુએસવી દ્વારા 72.5 કરોડ ડોલરનું રોકાણ થયુ છે. ભવિષ્યમાં ક્રિપ્ટો અને બ્લોકચેઈનમાં તેજીનો આશાવાદ સેવાય છે.

– કોઈનડીસીએક્સ રિસર્ચ ટીમ

ટેરા ઈકોસિસ્ટમના લીધે માર્કેટમાં કડાકો

ટેરા નેટવર્ક સ્ટેબલ કોઈન માટેની ઈકોસિસ્ટમ છે. જેમાં ગેરરીતિઓ તેમજ સટ્ટાકીય પ્રવૃત્તિઓનું પ્રમાણ વધતાં હંમેશા સ્થિર રહેતા સ્ટેબલકોઈનમાં ઘટાડો નોંધાયો છે. લુના, ટેરાયુએસડી, ટેધર કોઈનના ભાવ ઘટ્યા છે. સ્ટેબલકોઈન ક્રિપ્ટો માર્કેટ માટે બેન્ક ડિપોઝીટની જેમ કામ કરે છે. જે માર્કેટની વોલેટિલિટી, મંદીમાં રોકાણકારોની મૂડી જાળવી સુરક્ષિત રિટર્ન આપવામાં મદદરૂપ થાય છે.

ભારતીયોએ નીચા ભાવે ખરીદી વધારી

ક્રિપ્ટોમાં મુખ્યત્વે ફુગાવામાં વધારો, ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો, રશિયા-યુક્રેન યુદ્ધ વગેરે જેવા મેક્રો-ઈકોનોમિક અસરોના કારણે મંદી સર્જાઈ છે. જો કે, ભારતમાંથી ઘટાડે ખરીદીનું વલણ વધ્યુ છે.

– નિશ્ચિલ શેટ્ટી, કો-ફાઉન્ડર,સીઈઓ, વઝીરએક્સ