ક્યુપિડ લિ. રૂ.10ના શેર્સનું રૂ.1ના શેરમાં સ્પ્લિટ કરશે, Q3 FY24માં નફામાં 73% વૃદ્ધિ
અમદાવાદ, 28 જાન્યુઆરી : ક્યુપિડ લિ.એ 31 ડિસેમ્બર, 2023ના રોજ પુરી થયેલી ત્રિમાસિકી તથા નવ મહિના માટેના ઓડિટ નહીં કરાયેલા નાણાંકિય પરિણામોને બહાલી આપી હતી. બોર્ડે વધુમાં 10:1ના રેશીઓ મુજબ દરેક રૂ. 10ના મૂલ્યના શેર દરેક રૂ. 1ના મૂલ્યમાં સ્પ્લિટ કરવાને તથા 1:1ના રેશીઓ મુજબ કંપનીના શેરહોલ્ડર્સ દ્વારા રેકોર્ડ ડેટના રોજ ધારણ કરાયેલા દરેક રૂ. 1ના મૂલ્યના શેરની સામે દરેક રૂ. 1 ના મૂલ્યના શેરના બોનસ ઈસ્યુને, તમામ વૈધાનિક તથા શેરહોલ્ડર્સની બહાલીને આધિન મંજુરી આપી હતી.બોર્ડે એફઆઈઆઈઝને રૂ. 385 કરોડના કન્વર્ટીબલ વોરન્ટ્સ પણ પ્રેફરેન્શિયલ ધોરણે જારી કરવાની મંજુરી આપી હતી.
નાણાંકિય વર્ષ 2023-24ની ત્રીજી ત્રિમાસિકી માટેના નાણાંકિય પરિણામો અનુસાર કામકાજની મહેસૂલી આવક 16%ની વૃદ્ધિ દર્શાવે છે અને અગાઉની ત્રિમાસિકીના રૂ. 34.46 કરોડની તુલનાએ ના.વ. 24ની ત્રીજી ત્રિમાસિકીમાં તે વધીને રૂ. 40.05 કરોડની થઈ છે. ઈબીઆઈટીડીએ રૂ. 5.22 કરોડ સામે 132 ટકા વધી રૂ. 12.15 કરોડનો થયો છે, કરવેરા પછીના નફા (પીએટી)માં પણ 73%નો નોંધપાત્ર વધારો થયો છે, રૂ. 5.11 કરોડથી વધીને રૂ. 8.86 કરોડનો થયો છે.
બોર્ડ ઓફ ડાયરેકટર્સે શેરહોલ્ડર્સના મૂલ્યમાં વધુ વૃદ્ધિ કરવા 10:1ના પ્રમાણમાં સ્ટોક સ્પ્લિટને તથા 1:1ના પ્રમાણમાં બોનસ શેરના ઈસ્યુને બહાલી આપી હતી. બોર્ડે કુલ રૂ. 385 કરોડના 22,00,000 કન્વર્ટીબલ વોરન્ટ્સના પ્રેફરેન્શિયલ ઈસ્યુને પણ બહાલી આપી છે. આ વોરન્ટ્સ ફોર્બ્સ ઈએમએફ, એલારા ઈન્ડિયા ઓપરચ્યુનિટિઝ ફંડ લિમિટેડ, એરીસ ઓપરચ્યુનિટિઝ ફંડ લિમિટેડ, એરો ઈમર્જિંગ ઓપરચ્યુનિટિઝ ફંડ લિમિટેડ, ઝીલ ગ્લોબલ ઓપરચ્યુનિટિઝ ફંડ, નોવા ગ્લોબલ ઓપરચ્યુનિટિઝ ફંડ, પીસીસી ટચસ્ટોન જેવી નામાંકિત એન્ટીટીઝને ફાળવવાની દરખાસ્ત છે. પ્રેફરેન્શિયલ ઈસ્યુનું મૂલ્ય રૂ. 1750 પ્રતિ વોરન્ટ નિર્ધારિત કરાયું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)