નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ડેટા પ્રોટેક્શન એક્ટમાં મોટો ફેરફાર કર્યો છે. સરકારના સુધારેલા ડેટા પ્રોટેક્શન બિલ અનુસાર, જો કોઈ સંસ્થા કે કંપની તેના યુઝરના ડેટા સુરક્ષિત રાખવામાં નિષ્ફળ જાય છે, તો તેને ₹200 કરોડની પેનલ્ટી થઈ શકે છે. આ બિલને ડિજિટલ ડેટા પ્રોટેક્શન બિલ નામ આપવામાં આવ્યું છે. આગામી થોડા દિવસોમાં સામાન્ય લોકોના ભલામણો માટે જારી કરવામાં આવી શકે છે.

ડેટા પ્રોટેક્શન બોર્ડે કહ્યું છે કે કોઈપણ ડિજિટલ ઓફિસને આ પેનલ્ટી લગાવવા માટે અધિકૃત કરી શકાય છે. જો કોઈ સંસ્થા લોકોનો અંગત ડેટા એકત્રિત કરે છે અને તેમની સાથે વેપાર કરે છે, તો તેણે તેની સુરક્ષા માટે કડક પગલાં લેવા જોઈએ.

જો કંપની ડેટા સુરક્ષાના પગલાં લેવામાં નિષ્ફળ જાય છે અને તેના કારણે લોકોની અંગત માહિતી લીક થાય છે, તો તેને ₹200 કરોડની પેનલ્ટી થઈ શકે છે.

ડેટા પ્રોટેક્શન એક્ટ મુજબ, જો કોઈ કંપની ડેટા લીક વિશે ડેટા પ્રોટેક્શન બોર્ડને માહિતી આપવામાં નિષ્ફળ જાય છે અને લોકોની અંગત માહિતી લીક થવાથી ડેટા પ્રિન્સિપલને મોટું નુકસાન થાય છે, તો આ કેસમાં રૂ. 150 કરોડની પેનલ્ટી થઈ શકે છે. યુવાનોના ડેટા લીકના કિસ્સામાં પણ આવો જ દંડ કરવાની જોગવાઈ છે. જો કોઈ કંપનીની ભૂલને કારણે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સાથે સંબંધિત ડેટા લીક થાય છે, તો તેના પર તેટલી જ વધુ પેનલ્ટી લાગૂ કરવામાં આવશે.

કેન્દ્રીય ટેલિકોમ અને આઈટી મંત્રી અશ્વિની વૈશ્ણવે આ અંગે જણાવ્યુ હતુ કે, વાસ્તવિક ડ્રાફ્ટ મારફત જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીએ આ બીલ માટે 88 સુધારાઓ સૂચવ્યા હતા. જેના આધારે સરકારે વાસ્તિવક બીલ સંપૂર્ણપણે રદ કરી નવુ બીલ બનાવ્યુ છે. કારણકે, કોવિડ દરમિયાન જોવા મળેલા ડિજિટલ પરિવર્તનોના કારણે સુધારાઓ વધુ પડતાં હોવાથી જૂનુ બીલ રદ્દ કર્યા સિવાયનો અન્ય કોઈ વિકલ્પ ન હતો.