16450 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટી જાળવવા સાથે નિફ્ટી-50એ આખરે ગુરુવારે સંખ્યાબંધ નકારાત્મક પરીબળો વચ્ચે પણ 16600 પોઇન્ટની સપાટી ઉપર બંધ આપીને સંકેત આપ્યો છે કે, માર્કેટ ધારે તો જૂનમાં કરવટ બદલી શકે છે. જોવાનું એ રહેશે કે નિફ્ટી-50 16600 પોઇન્ટની સપાટી ઉપર સળંગ 3 દિવસ બંધ આપી શકે છે કે, કેમ… ટેકનિકલી જોઇએ તો નિફ્ટીના ઇન્ટ્રા-ડે ચાર્ટ ઉપર રિવર્સલ ફોર્મેશન તેમજ ડેઇલી ચાર્ટ ઉપર લોંગ બુલિશ કેન્ડલ જોવા મળ્યા છે. જે માર્કેટમાં સુધારાની ચાલ આગળ વધવાનો આશાવાદ દર્શાવે છે.

શુક્રવારથી લઇને શોર્ટટર્મ ટ્રેડિંગ સ્ટ્રેટેડજી ધરાવતાં ટ્રેડર્સે ધ્યાનમાં એ રાખવાનું કે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન પણ નિફ્ટી 16550 પોઇન્ટની નીચે ઉતરે નહી. જો ટકી રહેશે તો 16720 પોઇન્ટ સુધી સુધરવાના ચાન્સિસ પાક્કા જણાય છે.

નિફ્ટીની આગેકૂચ માટે સપોર્ટીવ પરીબળો

  • બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3444 પૈકી 1909 (55.03 ટકા) સ્ક્રીપ્સમાં સુધારાની ચાલ, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ
  • જીએસટી કલેક્શનમાં સતત સુધારો, જીડીપી ગ્રોથ અંદાજમાં સુધારો, આરબીઆઇની પોઝિટિવ નોટ્સ
  • ક્રૂડની ઇન્ટરનેશનલ કિંમતમાં ઘટાડાથી એનર્જી શેર્સ સુધર્યા, ડોલર સામે રૂપિયાના રકાસમાં ઘટાડો નોંધાયો
  • સેન્સેક્સ પેકની 30 પૈકી 20 સ્ક્રીપ્સમાં સુધારાની ચાલ તે પૈકી રિલાયન્સ, બજાજ ફીનસર્વ, સન ફાર્મા મુખ્ય.

રિલાયન્સ ફરી માર્કેટ લિડર બન્યો

https://businessgujarat.in/short-medium-long-term-investments/

ગુરુવારે સેન્સેક્સ 436.94 પોઇન્ટ સુધરી 55818.11 પોઇન્ટ બંધ રહ્યો તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું કોન્ટ્રીબ્યુશન 291.91 પોઇન્ટનું હેવી રહ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂ. 92.30 (3.51 ટકા)ના ઉછાળા સાથે રૂ. 2724.50ની સપાટીએ બંધ રહ્યો હતો. અમે તા. 31 મે-22ના રોજ સંકેત આપ્યો હતો કે….. https://businessgujarat.in/short-medium-long-term-investments/

સમજદાર કો ઇશારા કાફી હૈ…

જેટ એરવેઝ ટેકઓફ્ફ થયો……

એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ની કિંમતમાં રૂ. 1563.97 પ્રતિકિલોલિટર ઘટાડો કરાયાના અહેવાલો પાછળ એવિએશન સેક્ટરના શેર્સમાં આજે સ્ટોક સ્પેસિફિક સુધારાની ચાલ જોવા મળી હતી.

કંપનીબંધ+/-%
જેટ એરવેઝ106.554.98
તાલ એન્ટરપ્રાઇસ1769.703.36
ગ્લોબલ વેક્ટ્રા હેલિકોર્પ47.552.37
સ્પાઇસ જેટ47.35-0.73
તનેજા એરોસ્પેસ124.605.90
ઇન્ટરગ્લોબ એવિ.1827.200.06