બેંગાલુરૂ, 7 ડિસેમ્બર: ભારતની પ્રથમ લિસ્ટેડ REIT અને વિસ્તારની દ્રષ્ટિએ એશિયામાં સૌથી મોટી ઓફિસ REIT એમ્બેસી ઓફિસ પાર્ક્સ REIT (NSE: EMBASSY / BSE: 542602) (‘એમ્બેસી REIT’)એ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા તાજેતરમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) નિયમોમાં કરેલા સુધારાનું સ્વાગત કર્યું છે. આ સુધારેલા નિયમો હવે નોન-પ્રોસેસિંગ અથવા નોન-SEZ વિસ્તાર તરીકે ફ્લોર-બાય-ફ્લોર ધોરણે SEZ યુનિટની અંદર બિલ્ટ-અપ વિસ્તારના એક હિસ્સાના ડિમાર્કેશનને મંજૂરી આપે છે.

એમ્બેસી REITના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અરવિંદ મૈયાએ કહ્યું હતું કે, “અમે નિયમનકારી ઘોષણાથી અત્યંત ખુશ છીએ અને આ મુદ્દાને સંબોધિત કરવા તથા ઉકેલવા માટે સરકારના પ્રતિભાવપૂર્ણ પગલાં બદલ આભાર વ્યક્ત કરીએ છીએ. આ ભારતના ઓફિસ સેક્ટર માટે ખૂબજ સકારાત્મક બાબત દર્શાવે છે, જે વૈશ્વિક કેપ્ટિવ સેન્ટર્સ (જીસીસી) તરફથી પહેલેથી જ મજબૂત વેગ પ્રાપ્ત કરી રહ્યું છે. હાલમાં, અમારા SEZ ઓક્યુપન્સી લેવલ લગભગ 80 ટકા છે અને આ સુધારો અમારી 20 msf પ્રીમિયમ ગ્રેડ-એ SEZ ઓફિસ સ્પેસના આકર્ષણને વધુ વધારશે તથા એમ્બેસી REIT કોવિડ પહેલાના ઓક્યુપન્સી સ્તરને હાંસલ કરવાની દિશામાં આગળ વધશે.”