ઇથોસ લિ.ના એમડી યશોવર્ધન સાબુની આગેવાની હેઠળ રૂ. 873ની શેરદીઠ ઇશ્યૂ પ્રાઇસ સામે આજે આઇપીઓનું લિસ્ટિંગ 8 ટકા નેગેટિવ રિટર્ન સાથે લિસ્ટિંગ થવા સાથે રોકાણકારો વગર સાબુએ….. ની લાગણી અનુભવી રહ્યા છે. જોકે, રિટેલ રોકાણકારોએ આ ઇશ્યૂને પહેલેથી મોળો પ્રતિસાદ આપ્યો હતો અને રિટેલ પોર્શન માત્ર 84 ટકા જ ભરાયો હતો. લક્ઝરી જેમ્સ, જ્વેલરી અને વોચ સેગ્મેન્ટમાં કામ કરતી કંપનીએ પહેલેથી જ વધુ પ્રિમિયમ પડાવ્યું હોવાનો આક્રોશ માર્કેટમાં ચાલી રહ્યો હતો.

ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીઃ શેર્સ લાગ્યા હોય તેમણે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી. ખરીદવા માટે પણ કરેક્શન પૂર્ણ થાય તેની રાહ જોવી હિતાવહ જણાય છે.

લિસ્ટિંગ એટ એ ગ્લાન્સ

ઇશ્યૂ પ્રાઇસ873
ખુલ્યો830
વધી839.65
ઘટી774
બંધ802.60
ઘટાડો રૂ.75.40
ઘટાડો%8.59

મે માસમાં લિસ્ટેડ આઇપીઓની સ્થિતિ

કંપનીઇશ્યૂ પ્રાઇસછેલ્લો બંધ
પારાદીપ ફોસ્ફેટ4242.10
દિલ્હી વેરી487521.40
વિનસ પાઇપ326329.65
પ્રુડેન્ટ કોર્પો. એડવાઇઝરી630601.35
એલઆઇસી949837.05
રેઇનબો ચિલ્ડ્રન મેડિ.542497.15
કેમ્પ્સ એક્ટિવેર292358.80