14th November is World Diabetes Day:13% AHMEDABADIS ARE SUFFERING FROM IT
EZCURE અને સાથ એનજીઓના ઉપક્રમે “ડાયાબિટીસ કેર”સેમિનારનું આયોજન
અમદાવાદ: એઝક્યુર એ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે “ડાયાબિટીસ કેર”પર માહિતીપ્રદ સેમિનારનું ખાસ આયોજન કર્યું હતું. આગામી વિશ્વ ડાયાબિટીસ દિવસ જે દર વર્ષે 14TH નવેમ્બરના રોજ ઉજવામાં આવે છે એના સંલગને આયોજિત આ સેમિનારમાં બે એક્સપર્ટ હેલ્થ નિષ્ણાતો- ઝાયડસ ગ્રુપના સિનિયર ડાયાબિટોલોજિસ્ટ ડૉ. કિરીટ કુબાવત અને ઇઝક્યુરના સિનિયર ડાયેટિશિયન શ્રીમતી હરિતા અદ્વર્યુએ “ડાયાબિટીસ કેર” વિષય પર તેમના મંતવ્યો શેર કર્યા હતા.
એઝક્યુર – ડાયાબિટીસ કેર પ્લેટફોર્મ આ પડકારનો સામનો કરવા માટે પોતાનું કામ કરી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે 14મી નવેમ્બરે વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે એઝક્યુરએ વંચિત વર્ગ માટે શૈક્ષણિક સેમિનારનું આયોજન કર્યું છે અને મફત બ્લડ ગ્લુકોઝ ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ દ્વારા ડાયાબિટીસ વિશે માહિતી આપવા માટે Saath NGO સાથે સહયોગ કર્યો છે.
લાઇફ સ્ટાઇલના કારણે થતાં રોગોની સારવાર પણ લાઇફ સ્ટાઇલ જ છે- ડો. કિરિટ કુબાવત, ઝાયડસ ગ્રુપના સિનિયર ડાયાબિટોલોજિસ્ટ
Ezcure એ ડાયાબિટીસ કેર ઓનલાઇન પ્લેટફોર્મ છે
Ezcure એ એક અમદાવાદ સ્થિત ડાયાબિટીસ કેર પ્લેટફોર્મ છે જે છેલ્લા 2 વર્ષથી ગ્લોબલ ઓનલાઈન હાજરી ધરાવે છે અને જે હાલમાં ડાયાબિટીસના દર્દીઓ માટે દવાઓ ઘટાડવા અથવા બંધ કરવા માટે ડિજિટલી સુલભ ઈકોસિસ્ટમ સાથે સાથે યુક્ત દેશના નોંધપાત્ર અને શ્રેષ્ઠ સોશ્યિલ અને હેલ્થ આધારિત ટાઇપ 2 ડાયાબિટીસ કેર પ્રોગ્રામમાંનો એક છે. પ્રાસંગિક પ્રવચન દરમિયાન ઝાયડસ હોસ્પિટલના ડો. કિરિટ કુબાવત, ઝાયડસ ગ્રુપના સિનિયર ડાયાબિટોલોજિસ્ટએ જણાવ્યું કે, લાઇફ સ્ટાઇલના કારણે થતાં રોગોની સારવાર પણ લાઇફ સ્ટાઇલ જ છે. અર્થાત્ તમારી લાઇફ સ્ટાઇલ સુધારો અને રોગો ઉપર કાબૂ મેળવો.
એઝક્યુર – ડાયાબિટીસ કેર પ્લેટફોર્મના સીઈઓ અને ફાઉન્ડર શ્ચૈત જૈને જણાવ્યું હતું કે, માત્ર 2 વર્ષમાં, એઝક્યુરએ સાબિત પ્રમાણપત્રો સાથે દેશમાં ટાઇપ 2 ડાયાબિટીસ કેર ટ્રીટમેન્ટ પદ્ધતિઓમાં ક્રાંતિ લાવી છે. ડાયાબિટીસના ભારે રોગચાળા અંગે વધતી જતી ચિંતા સાથે ભારતને વિશ્વની ડાયાબિટીસ કેપિટલ તરીકે ગણવામાં આવે છે. ડાયાબિટીસ એક મોટી સમસ્યા બની ગઈ છે અને તે લોકોના સ્વાસ્થ્ય, સંપત્તિ અને દેશની ઈકોનોમીને ખલેલ પહોંચાડી રહી છે. એક અનુમાન મુજબ પાંચમાંથી દરેક વ્યક્તિ ડાયાબિટીસ અથવા પ્રી-ડાયાબિટીક હોઈ શકે છે. આથી એઝક્યુરનો હેતુ બ્લુ સર્કલ (ડાયાબિટીસના દર્દીઓ) ને જીવનમાં ઉત્સાહ શોધવા માટે સશક્તિકરણ કરવાનો છે.
ભારતમાં અંદાજિત 7.2 કરોડ લોકો ડાયાબિટિસ અને તેટલાં જ લોકો પ્રિ-ડાયાબિટિક રોગ પિડિત
ભારતમાં અંદાજે 7.2 કરોડ ડાયાબિટીસ અને તેટલી જ સંખ્યામાં પ્રી-ડાયાબિટીક રોગથી પીડિત હોવાથી દેશ એક નોંધપાત્ર પડકારનો સામનો કરી રહ્યો છે. તે ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાં ડાયાબિટીક કૉમ્યૂનિટી (જેને બ્લુ સર્કલ દ્વારા પણ ઓળખાય છે) અભૂતપૂર્વ સ્તરે વિસ્તરી રહ્યો છે. વિશ્વમાં 537 મિલિયન પુખ્ત વયના લોકો ડાયાબિટીસ સાથે જીવે છે, બ્લુ સર્કલ વિશ્વને રોગચાળાના સ્વરૂપમાં ઘેરી રહ્યું છે. આ સંદર્ભમાં આયોજીત આ સેમિનાર ઉલ્લેખનીય હતો. “બ્લુ સર્કલ” એ ડાયાબિટીસ રોગચાળાના પ્રતિભાવમાં સમગ્ર વિશ્વભરના ગ્લોબલ ડાયાબિટીસ કૉમ્યૂનિટીની એકતા માટેનો બીજો શબ્દ છે.