આઈપીઓ લિસ્ટિંગ એક નજરે

ઈશ્યૂ પ્રાઈસ304
લિસ્ટિંગ504
રિટર્ન65.46 ટકા
હાઈ514
ગ્રે પ્રીમિયમ49 ટકા

અમદાવાદ, 1 ડિસેમ્બરઃ ઈરેડા, ટાટા ટેક્નોલોજીસ, અને ગાંધાર ઓઈલની જેમ આજે ફ્લેર રાઈટિંગ ઈન્ડસ્ટ્રીઝ લિ.એ પણ બમ્પર રિટર્ન સાથે લિસ્ટિંગ કરાવ્યું છે. ફ્લેર રાઈટિંગ ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ બીએસઈ ખાતે આજે 65.46 ટકા પ્રીમિયમે 503ના સ્તરે લિસ્ટેડ થયો હતો. જેની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 304 છે.

ફ્લેર ઈન્ડસ્ટ્રીઝના આઈપીઓએ તેની સર્વોચ્ચ ટોચ 514 સામે રોકાણકારોને 69.07 ટકા રિટર્ન આપી લોટદીઠ રૂ. 10290નો નફો કરાવ્યો છે. જો કે, બાદમાં પ્રોફિટ બુકિંગ વધતાં 10.50 વાગ્યે  લિસ્ટિંગ પ્રાઈસ સામે 10 ટકા ઘટાડે, જ્યારે ઈશ્યૂ પ્રાઈસ સામે 48.91 ટકા પ્રીમિયમે 452.70 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

ગ્રે માર્કેટમાં ફ્લેર રાઈટિંગ ઈન્ડસ્ટ્રીઝના આઈપીઓ માટે 49 ટકા પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા. કંપનીએ રૂ. 304ની ઈશ્યૂ પ્રાઈસ પર કુલ રૂ. 593 કરોડનું ફંડ એકત્ર કર્યું હતું. ઈશ્યૂને રોકાણકારોનો આકર્ષક પ્રતિસાદ મળ્યો હતો. જે કુલ 49.28 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન 122.02 ગણો, એનઆઈઆઈ 35.23 ગણો અને રિટેલ 13.73 ગણો ભરાયો હતો. કંપની આઈપીઓ હેઠળ એકત્રિત ફંડનો ઉપયોગ વલસાડમાં રાઈટિંગ ઈન્સ્ટ્રુમેન્ટ માટે નવો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરવા તેમજ કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂર્ણ કરવા અને બાકી દેવાની ચૂકવણી કરવા કરશે.

નિષ્ણાતોની નજરે સ્ટોક ટીપ્સ

ફ્લેર ઈન્ડસ્ટ્રીઝની આવકો અને નફો છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં સતત વધ્યો છે. તદુપરાંત એકત્રિત ફંડનો ઉપયોગ બિઝનેસ વિસ્તરણ અને ઉત્પાદન ક્ષમતા વધારવા પર કરવાની છે. કંપનીનું કુલ દેવુ પણ 2020-21માં 130.31 કરોડ સામે ઘટી 2022-23માં 115.59 કરોડ થયું છે. આથી ફંડામેન્ટલી કંપની મજબૂત સ્થિતિમાં છે. નીચા ભાવે શેરની ખરીદી કરવા સલાહ છે. શોર્ટ ટર્મ ઈન્વેસ્ટર પ્રોફિટ બુક કરી શકે છે. લોંગ ટર્મ ઈન્વેસ્ટર શેર હોલ્ડ કરે.

કંપની વિશે

1976માં સ્થાપિત ફ્લેર લેખન સાધનોના આર એન્ડ ડીમાં કાર્યરત છે. જે FLAIR, HAUSER, PIERRE CARDIN, FLAIR CREATIVE, FLAIR HOUSEWARE અને ZOOX સહિતની ઘણી બ્રાન્ડની માલિકી ધરાવે છે. નાણાકીય વર્ષ 2023માં, કંપનીએ કુલ 1,303.60 મિલિયન યુનિટ પેનનું વેચાણ કર્યું હતું, જેમાંથી 975.30 મિલિયન યુનિટ્સ, જે વેચાણમાં 74.82% હિસ્સો ધરાવે છે, સ્થાનિક સ્તરે વેચવામાં આવ્યા હતા જ્યારે 328.30 મિલિયન યુનિટ્સ, જે વેચાણમાં 25.18% હિસ્સો ધરાવે છે, વૈશ્વિક સ્તરે નિકાસ કરવામાં આવી હતી.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)