FLASH NEWS IN BRIEF
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝઃ પ્યોર ટેરેથેલીક એસિડનો ભાવ મંગળવારે 7 ટકા ઊછળી ટન દીઠ 7142 યુઆન થઇ ગયો છે. જે ઓક્ટોબર-18 પછીનો સૌથી ઉંચો ભાવ ગણાય છે.- રિલાયન્સ માટે પોઝિટિવ ન્યૂઝ
- હીરો મોટોએ મે-22માં 2 વ્હીલર માર્કેટમાં તેનો હિસ્સો મે-21ના 46.9 ટકા સામે ઘટી 37.5 ટકા નોંધાવ્યો છે. જે કંપનીના શેર માટે નેગેટિવ ગણાવી શકાય. (સ્રોતઃ ફાડા)
- મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાના કેસોની ચિંતાજનક સ્થિતિને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્ર સરકે સાંજે 4 વાગ્યે કેબિનેટ બેઠક બોલાવી છે. જેમાં કડક નિયંત્રણો અંગે નિર્ણય લેવાય તેવી આશંકા છે. – જે માર્કેટ નેગેટિવ ગણાય.
- સ્થાનિક સ્ટીલ ઉત્પાદકો આગામી દિવસોમાં સ્ટીલની કિંમતમાં ટને વધુ રૂ. 5000 સુધી ઘટાડો કરે તેવી સંભાવના (સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર)- જે સ્ટીલ શેર્સ માટે નેગેટિવ ગણાવી શકાય.