FLASH NEWS: SENSEX OPEN WITH 210 POINTS LOSS
અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં નવા સપ્તાહની શરૂઆત નેગેટિવ ટોન સાથે થઇ રહી છે. ખાસ કરીને અદાણી જૂથના શેર્સ ઉપરથી મંદીનો ઓછાયો હજી હટ્યો નથી. અદાણી એન્ટરપ્રાઇસ 3 ટકા, અદાણી ગ્રીન 5 ટકાની મંદીની સર્કીટ સાથે રહ્યા છે. બીએસઇ સેન્સેક્સ નેગેટિવ ખૂલવા સાથે આ લખાય છે ત્યારે 200 પોઇન્ટના ઘટાડા સાથે 60650 પોઇન્ટ અને નિફ્ટી 68 પોઇન્ટના ઘટાડા સાથે 17783 પોઇન્ટ આસપાસ રમી રહ્યા હતા.
જોકે, આઇટીસી, એક્સિસ બેન્ક, ઇન્ડસ ઇન્ડ બેન્ક, બજાજ ફીન સર્વ, એસબીઆઇ, એચડીએફસી બેન્ક, બીસીજી, ભેલ, સિગ્નિટી ટેકનો., પેટીએમ, સિરકા પેઇન્ટ વગેરેમાં સાધારણ સુધારાની ચાલ જોવા મળી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)