ગુજરાતના સ્ટાર્ટઅપ્સે રૂ. 1000 કરોડનું ફન્ડિંગ મેળવ્યું
સ્ટાર્ટઅપ્સ હબ બેંગ્લોર, દિલ્હી, મુંબઈ કરતાં અમદાવાદ સ્ટાર્ટઅપ ફંડિંગ મામલે ઘણું પાછળ
- 61 દિવસમાં 10 સ્ટાર્ટઅપ્સમાંથી 6માં સીડ ફંડિંગ
- એન્કર ઈન્વેસ્ટમેન્ટ માટે ટોપ-10માં અમદાવાદ
ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધી કુલ 10 સ્ટાર્ટઅપ્સમાં રૂ. 992.36 કરોડથી વધુ રોકાણ નોંધાયુ છે. જે ગતવર્ષ કરતાં અનેકગણું વધ્યું છે. ન્યુઝરીચ, FAACCIII, ઓટોલી ઓટોકેર, ઈન્ફ્રેક્સ સોલારમાં પણ રોકાણ જોવા મળ્યું છે. સ્ટાર્ટઅપ્સ ફંડિંગ ડેટા કંપની ક્રન્ચબેઝના આંકડાઓ અનુસાર, ગતવર્ષે 2021માં સમાનગાળામાં ગુજરાતના 5 સ્ટાર્ટઅપ્સે રૂ. 3.08 કરોડનું ફંડ મેળવ્યું હતું. 2021માં કુલ 56 સ્ટાર્ટઅપ્સમાં 19305.99 કરોડનું રોકાણ જોવા મળ્યું છે.
પોતાની કુશળતા અને આવડતનો ઉપયોગ કરી ગુજરાતના યુવાનો હવે ટોચની કંપનીઓમાં નોકરી કરવાને બદલે ઈનોવેટિવ સ્ટાર્ટઅપ્સ શરૂ કરવામાં સફળ થઈ રહ્યાં છે. પરિણામે સ્ટાર્ટઅપ હબ બેંગ્લોર, દિલ્હી, મુંબઈની જેમ અમદાવાદ, વડોદરા અને સુરતના સ્ટાર્ટઅપ્સમાં ફંડિંગનું પ્રમાણ વધ્યું છે. જો કે, સ્ટાર્ટઅપ્સ હબ બેંગ્લોર, દિલ્હી, મુંબઈની તુલનાએ અમદાવાદ સ્ટાર્ટઅપ ફંડિંગ મામલે હજી ઘણું પાછળ છે. ઈઝ ઓફ ડુઈંગ, મેક ઈન ઈન્ડિયા તેમજ વર્તમાન બજેટમાં સ્ટાર્ટઅપ્સ માટેની સરળ નીતિઓના પગલે ગુજરાતના વધુ સ્ટાર્ટઅપ્સમાં એન્કર ઈન્વેસ્ટમેન્ટ વધવાનો આશાવાદ માર્કેટ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
બેસ્ટ સ્ટાર્ટઅપ પર્ફોર્મર તરીકે ગુજરાત અવ્વલ
સ્ટાર્ટઅપ્સની સંખ્યા અને ટર્નઓવર મામલે ભલે ગુજરાત અન્ય રાજ્યો કરતાં પાછળ છે. પરંતુ સ્ટાર્ટઅપ્સ શરૂ કર્યા બાદ તેના વિસ્તરણ સાથે બિઝનેસ ચાલુ રાખવામાં ગુજરાતીઓ અગ્રેસર છે. ડીઆઈપીપીના સ્ટાર્ટઅપ્સ રેન્કિંગમાં પોલીસી સપોર્ટ, ઈન્ક્યુબેશન સેન્ટર, સીડ ફંડિંગ, એન્જલ-વેન્ચર ફંડિંગ, અને સરળ નીતિ-નિયમો મામલે છેલ્લા બે વર્ષથી ગુજરાત બેસ્ટ સ્ટાર્ટઅપ્સ પર્ફોર્મર રહ્યું છે.
10 સ્ટાર્ટઅપ્સમાંથી 6માં સીડ ફંડિંગ
સ્ટાર્ટઅપ ફંડિંગ
વિઝી સોફ્ટટેક્ 2.27
બેબેબર્પ 2.00
રીની કોસ્મેટિક્સ 75.00
ગેમર જી એસ્પોર્ટ્સ 8.44
જસ્ટ ડોગ 53.00
એડ્યુફંડ 7.00
કર્માટેક સર્વિસિઝ 22.65
લેન્ડિંગકાર્ટ 44.00
ટ્રાવેલરસિટી 768.00
ઈનસાઈડFPV 10.00
કુલ 992.36
(આંકડા કરોડ રૂ.માં સ્રોત: ક્રન્ચબેઝ Inc.)
8 મેટ્રોમાં ફંડિંગ- અમદાવાદ 5મા ક્રમે
બેંગ્લુરૂ 46727
દિલ્હી 31818
મુંબઈ 14092
ચેન્નઈ 1150
અમદાવાદ 341
હૈદરાબાદ 215
પુણે 2.15
કોલકાતા 0.14
(આંકડા રૂ. કરોડમાં, Q3-2021)
ગુજરાતીઓમાં નોકરીયાત નહીં સાહસિકતાનું ડીએનએ
સરળ નીતિઓ સ્ટાર્ટઅપ્સમાં રોકાણોને આકર્ષશે કોરોના મહામારી બાદ ઘણા લોકોની નોકરી છૂટી હતી. તેમજ પગારમાં કાપ મૂકાયો હતો. આર્થિક તંગી વચ્ચે ખાસ કરીને યુવાનોએ નોકરીના બદલે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવાનો માર્ગ અપનાવ્યો છે. સરળ નીતિઓના કારણે આગામી સમયમાં મજબૂત સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ સ્થાપિત થશે. જે રોકાણોને આકર્ષશે.