Harsha Engineersનો IPO પ્રથમ દિવસે જ 2.87 ગણો છલકાયો
અમદાવાદઃ અમદાવાદ સ્થિત હર્ષા એન્જિનિયર્સનો IPOન પ્રથમ દિવસે જ કુલ 2.87 ગણો છલકાઇ ગયો હતો. રોકાણકારોના જોરદાર પ્રતિસાદ સાથે ઇશ્યૂ પ્રથમ દિવસના અંતે સાંજે 6 વાગ્યાની સ્થિતિ અનુસાર, બીએસઇની વેબસાઇટ અનુસાર પ્રથમ દિવસે જ IPO કુલ 2.87 ગણો ભરાઈ ચૂક્યો છે. જેમાં એનઆઈઆઈ (સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો) પોર્શન સૌથી વધુ 5.83 ગણો ભરાયો છે.
રિટેલ પોર્શનમાં 8387730 શેર્સની ઓફર સામે 27030015 શેર્સની બીડ્સ મળી
IPO ખુલતાની થોડી જ ક્ષણોમાં રિટેલ પોર્શન 100 ટકા સબ્સ્ક્રાઈબ્ડ થઈ ચૂક્યો હતો. દિવસના અંતે રિટેલ રોકાણકારોનો પોર્શન 3.22 ગણો છલકાઇ ગયો હતો.
ગ્રે માર્કેટમાં કોષ્ટક, સબ્જેક્ટ સોદા વધ્યા
ગ્રે માર્કેટમાં કોષ્ટક અને સબ્જેક્ટ સોદાનું પ્રમાણ વધ્યુ હતુ. હર્ષા એન્જિનિયર્સના કોષ્ટક સોદા રૂ. 500 અને સબ્જેક્ટ સોદાનો ભાવ રૂ. 5000 આસપાસ રહ્યો હતો. ગ્રે પ્રિમિયમ 210-220 આસપાસ બોલાતું હતું.
એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી 226 કરોડ એકત્ર કર્યાં
હર્ષા એન્જિનિયર્સે એન્કર ઈન્વેસ્ટર માટે મંગળવારે IPO શરૂ કર્યો હતો. એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી કંપનીએ રૂ. 330ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 225.7 કરોડનું ફંડ એકત્ર કર્યુ હતું. એન્કર ઈન્વેસ્ટર્સને 6840855 શેર્સ એલોટ કરવામાં આવ્યા હતા.
IPO સબ્સ્ક્રિપ્શન એટ અ ગ્લાન્સ
કેટેગરી | સબ્સ્ક્રિપ્શન |
QIB | 0.06 ગણો |
NII | 5.83 ગણો |
રિટેલ | 3.22 ગણો |
એમ્પ્લોયી | 2.33 ગણો |
કુલ | 2.87 ગણો |