હેવમોરે 26 વેરિઅન્ટ્સ સાથે આઇસક્રીમની લિમિટેડ એડિશન રજૂ કરી, ગુજરાત ટાઇટન્સનું સત્તાવાર આઇસ્ક્રીમ પાર્ટનર બન્યું
L-R: Mr. YoungdongJin – COO- Havmor Ice Cream, WrridhimanSaha, Rahul Tewatia , Shivam Mavi, Mr. Komal Anand, Managing Director, Havmor Ice Cream, KS Bharat, Pradeep Sangwan, and Mr. Arvinder Singh, Chief Operating Officer, Gujarat Titans
અમદાવાદ, 25 માર્ચ: havmor આઇસક્રીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સાથે સત્તાવાર ભાગીદારીની જાહેરાત કરી છે. દક્ષિણ કોરિયાના બહુરાષ્ટ્રીય સમૂહ લોટ્ટે કન્ફેક્શનરી લિમિટેડની પેટા કંપનીએ બ્રાન્ડ એમ્બેસેડર હાર્દિક પંડ્યાને દર્શાવતી બે ટીવીસી સાથે તેના સમર કેમ્પેઇનની શરૂઆત કરી છે. આ સહયોગ વિશે વાત કરતાં havmor આઇસક્રીમના મેનેજિંગ ડાયરેક્ટર કોમલ આનંદે જણાવ્યું હતું કે, બ્રાન્ડના ચહેરા તરીકે હાર્દિક પંડ્યા રચનાત્મકતા, વિશિષ્ટતા અને સામુદાયિક પ્રેમને પ્રદર્શિત કરે છે.
દેશમાં 70 હજારથી વધુ ડિલર ડિસ્ટ્રીબ્યુટર નેટવર્સ સાથે havmor વાર્ષિક 10-15 ટકાના દરે ગ્રોથ નોંધાવી રહ્યું છે. કંપનીએ મહારાષ્ટ્ર, રાજસ્થાન, છતીસગઢ, દિલ્હી, યુપી સહિતના રાજ્યોમાં પણ તેનો વ્યાપ વધારવાની ઝૂંબેશ હાથ ધરી છે.
મહારાષ્ટ્રમાં રૂ. 450 કરોડના ખર્ચે નવો પ્લાન્ટ
કંપનીએ મહારાષ્ટ્રના તલેગાંવમાં આગામી 3 વર્ષમાં રૂ. 350- 400 કરોડના રોકાણ સાથે નવો આઇસ્ક્રીમ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે. જેમાં 1000થી વધુ લોકોને રોજગારી મળી રહેશે. કંપની આગામી 3 વર્ષમાં કુલ 500 કરોડના મૂડીરોકાણની યોજના ધરાવે છે.
આ ઉપરાંત કંપનીએ ફરીદાબાદ ખાતે પણ રૂ. 50 કરોડના રોકાણ સાથે નવી ઉત્પાદન વ્યવસ્થા સ્થાપી છે. જેમાં માર્ચથી ઉત્પાદન શરૂ થઇ ગયું છે.