HDFC બેન્કના હૉમ લૉન બિઝનેસનો આકર્ષક દેખાવ
અમદાવાદ, 15 ફેબ્રુઆરી: ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી બેંકે આજે તેના હૉમ લૉન બિઝનેસ અંગેની અપડેટ જાહેર કરી હતી, જેણે એચડીએફસી લિ.ની સાથે તેનું વિલીનીકરણ થયાં પછી ખૂબ સારો વિકાસ સાધ્યો છે.
વિલીનીકરણ બાદ વૃદ્ધિશીલ વિતરણ પર બેંકનો માર્કેટ હિસ્સો અંદાજે 18%થી વધીને 20% થઈ ગયો છે. તેણે વિલીનીકરણ બાદ પ્રથમ છ મહિનામાં તેના હૉમ લૉન બિઝનેસમાં ખૂબ જ મજબૂત અને સાતત્યપૂર્ણ રીતે ઊંચી, બે આંકડાંમાં સાલ-દર-સાલ વૃદ્ધિ દર્શાવી છે. ક્રમિક આધાર પર બેંકે અગ્રણી સ્થાન હાંસલ કર્યું છે, કારણ કે, તેણે 3.6%નો વૃદ્ધિદર હાંસલ કર્યો હતો, જે હૉમ લૉન પૂરી પાડનારા તેના સાથીઓમાં સર્વોચ્ચ છે.
બેંકની મૂળભૂત વ્યૂહરચના ફ્રન્ટ એન્ડ પર પ્રોસેસિંગમાં લાગતાં ટર્નએરાઉન્ડના સમયને સુધારવાની છે. વિલીનીકરણ બાદ ટર્નએરાઉન્ડનો સમય ઘટીને લગભગ એક-તૃત્યાંશ જેટલો થઈ ગયો છે. તેની સાથે એચડીએફસી લિ.ની ગ્રાહકો સાથે પ્રત્યક્ષ રીતે જોડાવાની ક્ષમતા સેલ્સ ટર્નઓવર અને ક્રોસ-સેલ એમ બંને મામલે સંભવિતપણે ગેમ-ચેન્જર સાબિત થઈ છે.
માર્ચ મહિનાના મધ્યમાં બેંક હૉમ રીફર્બિશમેન્ટ લૉન માટે એક સીધીસાદી અને સરળ પ્રક્રિયા લૉન્ચ કરવા જઈ રહી છે, જે ગ્રાહકો માટે એક સક્ષમ ઉત્પાદન સાબિત થશે. આ સિવાય, એપ્રિલ 2024 સુધીમાં બેંક હૉમ સેવર પ્રોડક્ટ પણ લૉન્ચ કરવા જઈ રહી છે.
ડિસેમ્બર, 2023ના રોજ પૂરાં થયેલાં બે ત્રિમાસિગાળામાં હૉમ લૉન બિઝનેસે સાલ-દર-સાલ (YoY) બે આંકડાંમાં સ્થિર અને તંદુરસ્ત વૃદ્ધિ કરી છે. | ડિસેમ્બર 2023 સુધીમાં 3.6%ની ક્રમિક વૃદ્ધિ નોંધાઈ છે; જે હૉમ લૉન્સ પૂરી પાડનારા સાથીઓમાં સર્વોચ્ચ છે. |
વિલીનીકરણ પછી ટર્નએરાઉન્ડનો સમય ઘટીને એક-તૃત્યાંશ થઈ ગયો છે. | વૃદ્ધિશીલ વિતરણ માટેના બચત ખાતાઓ 35%થી વધીને 80% થઈ ગયાં છે. |
HDFCના મોર્ગેજ બેંકિંગ, હૉમ લૉન, એલએપીના કન્ટ્રી હેડ અરવિંદ કપિલએ જણાવ્યું હતું કે, ‘સૌથી મોટી તક સીએએસએ જનરેટ કરવાની હતી અને પ્રારંભિક સંકેતો ખૂબ જ ઉત્સાહજનક દેખાઈ રહ્યાં છે. વિલીનીકરણ પહેલાં લગભગ 30%થી 35% જેટલા વૃદ્ધિશીલ વિતરણો HDFCના બચત ખાતાઓ ધરાવતા ગ્રાહકોને થતું હતું. જે ટકાવારી વિલીનીકરણ બાદ 80% વૃદ્ધિશીલ વિતરણો પર પહોંચી ગઈ છે. બેંક તેની અગાઉની એચડીએફસી લિ.ના તમામ સર્વિસ સેન્ટરોને તબક્કાવાર રીતે તેની શાખાઓમાં પરિવર્તિત કરી દેશે અને તેની સમગ્ર મોર્ગેજ ટીમ પણ રીલેશનશિપ મેનેજરો બની જશે. બેંકે 1 ફેબ્રુઆરી, 2024થી આ સર્વિસ સેન્ટરો મારફતે તેના ઉત્પાદનો/સેવાઓનું ક્રોસ સેલિંગ કરવાનું પણ શરૂ કરી દીધું છે. બેંકનું માનવું છે કે, અનુકૂળ માહોલને કારણે ભારતમાં ઘરની માંગ ઘણાં લાંબા સમય સુધી મજબૂત જળવાઈ રહેશે. અંદાજે 8 કરોડ પરિવારો ગ્રામ્ય વિસ્તારોમાંથી નીકળીને શહેરોમાં જઈને વસશે, જેના પરિણામે દેશમાં ઘરોની માંગમાં વધારો થશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)