હેક્ઝાવેર ટેકનોલોજીએ IPO માટે DRHP રજૂ કર્યું
અમદાવાદ, 10 સપ્ટેમ્બરઃ ડિજીટલ અને ટેકનોલોજી સર્વિસ પૂરી પાડતી કંપની હેક્ઝાવેર ટેકનોલોજી લિમિટેડ (Hexaware Technologies Limited) જેની મૂળ કામગીરીનો આધાર આર્ટીફિસિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) છે અને ગ્રાહકોની વૈવિધ્યપૂર્ણ રેન્જ ધરાવે છે, જેમાં ફોર્ચ્યુન 500 ઓર્ગેનાઈઝેશન પૈકી 31નો સમાવેશ ધરાવે છે, તેણે પ્રારંભિક જાહેર ભરણા (IPO)ના માધ્યમથી મૂડી ભંડોળ એકત્રિત કરવા માટે મૂડી બજારની નિયમનકર્તા સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સમક્ષ DRHP રજૂ કર્યું છે. કંપની રૂપિયા 9,950 કરોડના IPO માટે પ્રમોટર સેલિંગ શેરધારક સીએ મેગ્નમ હોલ્ડિંગ્સ (કાર્લાઈલ પ્રાઈવેટ ઈક્વિટીની સહાયક છે) દ્વારા સંપૂર્ણ ઓફર ફોર સેલની દરખાસ્ત ધરાવે છે.
હેક્ઝાવેર ગ્લોબલ એસેટ મેનેજમેન્ટ કંપનીઓ, ગ્લોબલ લાઈફ સાયન્સ કંપનીઓ, ગ્લોબલ ઈન્સ્યોરર્સ, ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઈઝેશન્સ, ગ્લોબલ રિટેલ અને સીપીજી ઓર્ગેનાઈઝેશન્સ, ગ્લોબલ હાઈ-ટેક કંપનીઝ, ગ્લોબલ ઓડિટ એન્ડ એડવાઈઝરી કંપનીઓ, ગ્લોબલ લિગલ કંપનીઓ, અમેરિકામાં કેટલીક ટોચની બેન્કો તથા ઉત્તર અમેરિકામાં એરલાઈન્સને પોતાની સેવા પૂરી પાડી રહી છે.
આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર કોટક મહિન્દ્રા કેપિટલ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા, જેપી મોર્ગન ઈન્ડિયા, એચએસબીસી સિક્યોરિટીઝ તથા આઈઆઈએફએલ સિક્યોરિટીઝનો સમાવેશ થાય છે. ઈક્વિટી શેરોનું બીએસઈ અને એનએસઈ ખાતે લિસ્ટીંગ કરાવવાની દરખાસ્ત છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)