નવી દિલ્હી, 5 એપ્રિલ: ભારતમાં પ્રિમીયમ કાર ઉત્પાદક હોન્ડા કાર્સ ઇન્ડિયા (HCIL) તેની ફેમિલી સેડાન હોન્ડા અમેઝની 10મી જન્મજયંતિની ઉજવણી કરી રહી છે. ભારતમાં આ કારને સૌપ્રથમ વખત એપ્રિલ 2013માં રજૂ કરવામાં આવી હતી. અમેઝએ 5.3 લાખથી વધુ ગ્રાહકો મેળવ્યા છે. તેમજ ભારતમાં HCILના વેચાણમાં 53%નો હિસ્સો ધરાવે છે. અમેઝએ પ્રથમ વખતના ખરીદદારોનો 40 ટકા હિસ્સો મેળવ્યો છે અને એપ્રિલ 2013માં શરૂ કરાયેલ 1લી જનરેશનના હોન્ડા અમેઝએ માર્ચ 2018 સુધીમાં 2.6 લાખ યુનિટ્સ વેચ્યા હતા. તેની 2જી જનરેશનમાં હોન્ડા અમેઝએ મે 2018માં લોન્ચ થયા પછી 2.7 લાખ યુનિટ્સ વેચ્યા છે. ભારતમાં રાજસ્થાનના હોન્ડાના તપુકરા પ્લાન્ટમાં જ  હોન્ડા અમેઝનું ઉત્પાદન કરવામાં આવે છે.